Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : રાજ્યના ખૂણે-ખૂણેથી આવેલી બહેનોએ CMને રાખડી બાંધી આપ્યા આશીર્વાદ

આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા...
gandhinagar   રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ cmને રાખડી બાંધી આપ્યા આશીર્વાદ

આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગાંધીનગર રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Advertisement

ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ...સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા અને મહિલા મોરચા પ્રમુખ સહિત મહિલા ધારાસભ્યઓ સહિત રાજ્યભરમાથી આવેલ બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી  કરાઇ  હતી.

Advertisement

ચંદ્રયાન-૩ની સફળતા જેવા વિવિધ વિકાસ વિષયોને આવરી લેવાઈ 

અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ G20 અને ચંદ્રયાન-૩ જેવા વિષયો દર્શાવતી ૩૨૫ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી. આશરે ૪૨ જેટલા વિદ્યાર્થીઓએ 8  દિવસના સમયમા જ આશરે ૧૦૦ મીટર કાપડના ઉપયોગથી આ રાખડી બનાવી છે, જેમાં ભારત અને ગુજરાતની અસ્મિતા, ભારતની G20ની અધ્યક્ષતા, ચંદ્રયાન-૩ની સફળતા જેવા વિવિધ વિકાસ વિષયોને આવરી લેવામાં આવ્યા છે...

આ  પણ  વાંચો -BHUJ : BSF કેમ્પમાં ગાયક કલાકાર ગીતાબેન રબારીએ જવાનોને બાંધી રાખડી

Tags :
Advertisement

.