Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કંબોડિયાની ઘટનામાં તપાસનો રેલો લંબાયો, એકની અટકાયત

VADODARA : કંબોડિયામાં જોબ સ્કેમ (CAMBODIA JOB SCAM) ની મોટી ઘટના સામે આવી છે. જેમાં અનેક ભારતીય મુળના લોકો સ્કેમમાં ફસાતા તેમને પરત સ્વદેશ મોકલવાની કામગીરી ચાલી રહી છે. તેવામાં આજે આ ઘટનાની તપાસનો રેલો વડોદરા સુધી આવ્યો છે. આજે...
vadodara   કંબોડિયાની ઘટનામાં તપાસનો રેલો લંબાયો  એકની અટકાયત

VADODARA : કંબોડિયામાં જોબ સ્કેમ (CAMBODIA JOB SCAM) ની મોટી ઘટના સામે આવી છે. જેમાં અનેક ભારતીય મુળના લોકો સ્કેમમાં ફસાતા તેમને પરત સ્વદેશ મોકલવાની કામગીરી ચાલી રહી છે. તેવામાં આજે આ ઘટનાની તપાસનો રેલો વડોદરા સુધી આવ્યો છે. આજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી જોબ કન્સલ્ટન્સીની ઓફિસ પર વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) અને દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી NIA (National Investigation Agency) ના ચુનિંદા આધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સુત્રોએ ઉમેર્યું કે, વડોદરા સહિત દેશભરમાં અનેક ઠેકાણે આ પ્રકારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

એનઆઇએ (NIA) મેદાને આવી

તાજેતરમાં કંબોડિયાની સાયબર ક્રાઇમ ફેક્ટરી ગણાતા જીનબી કમ્પાઉન્ડમાં ભારતીયોને મોટી સંખ્યામાં બંધક બનાવવાની ઘટના સામે આવી હતી. ડેટા એન્ટ્રીની જોબના બહાને અહિંયા મોટી સંખ્યામાં લાવવામાં આવેલા લોકો પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. બાદમાં તમામ છેતરાયેલા હોવાનું અનુભવતા હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની જાણ વિદેશ મંત્રાલયને થતા જ એક્શનમાં આવ્યું હતું, અને તમામ નાગરિકોને પરત લાવવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે. તો સુત્રો દ્વારા પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ આ રેકેટને તોડી પાડવા તથા તેના મુળ સુધી જવા માટે દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી એનઆઇએ (NIA) મેદાને આવી છે. આ તપાસનો રેલો વડોદરા આવી પહોંચ્યો હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

એકની અટકાયત કરાઇ

આજે સવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને દેશની પ્રતિષ્ઠિત તપાસ એજન્સીના ચુનિંદા આધિકારીઓ દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલી જોબ કન્સલ્ટન્સીની ઓફિસમાં દરોડા પાડ઼્યા છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, અહિંયાથી મનીષ હિંગુની અટકાયત કરવામાં આવી છે. અને હાલ તેને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફીસે લઇ જવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- Delhi : Fire Extinguisher નહીં, કોઈ ઇમરજન્સી ગેટ નહીં, ગેરકાયદેસર રીતે ચાલતી હતી બેબી કેર હોસ્પિટલ!

Advertisement

Tags :
Advertisement

.