Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ક્રિકેટર હાર્દિક પંડ્યા ખુલ્લી બસમાં રોડ-શો કરશે

VADODARA : વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ (WORLD CUP WINNER INDIAN CRICKET TEAM) ના ધુરંધર પ્લેયર અને મુળ વડોદરાના હાર્દિક પંડ્યા (CRICKETER) પરત આવી રહ્યા છે. વર્લ્ડ કપ જીત્યા બાદ તેઓ પરત આવતા શહેરમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ કરવામાં...
06:00 PM Jul 14, 2024 IST | PARTH PANDYA

VADODARA : વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ (WORLD CUP WINNER INDIAN CRICKET TEAM) ના ધુરંધર પ્લેયર અને મુળ વડોદરાના હાર્દિક પંડ્યા (CRICKETER) પરત આવી રહ્યા છે. વર્લ્ડ કપ જીત્યા બાદ તેઓ પરત આવતા શહેરમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી છે. આવતી કાલે હાર્દિક પંડ્યા ખુલ્લી બસમાં શહેરવાસીઓનું અભિવાદન ઝીલશે. જેને લઇને આજે સાંજે ઓપન બસ વડોદરા આવી ગઇ છે. જેનનું મોડી રાત સુધી મોડીફીકેશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રોડ-શો અકોટા દાંડીયાબજાર બ્રિજ પાસે પૂર્ણ થશે

તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ ટી - 20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. જે બાદ ટીમ ભારત પરત ફરતા તેમનું મુંબઇમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આવતી કાલે ક્રિકેટર હાર્દિક પંડ્યા વડોદરા પરત આવનાર છે. અને ટીમ રીવોલ્યુશન દ્વારા તેઓના ભવ્ય રોડશોની તૈયારીઓ કરી દેવામાં આવી છે. માંડવીથી હાર્દિક પંડ્યા ખુલ્લી બસમાં સવાર થઇને લોકોનું અભિવાદન ઝીલશે. આ રોડ-શો વિવિધ વિસ્તારોમાં ફરીને અકોટા દાંડીયાબજાર બ્રિજ પાસે પૂર્ણ થશે. જેને લઇને શહેર પોલીસ દ્વારા જાહેરમાનું પણ બહાર પાડવામાં આવ્યું છે.

6 મહિના તેમના ભયાનક કપરા રહ્યા

સમગ્ર આયોજનમાં છેલ્લી ઘડીની તૈયારીઓને લઇને ટીમ રીવોલ્યુશનના ફાઉન્ડર અને રોડ શોના આયોજક સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, વડોદરા શહેરના નાગરીકોને કહેવાનું કે, જે કોઇ લોકો આવી રહ્યા છે, આપણે શિસ્તમાં રહેવાનું છે. પોલીસ-એસઆરપીની ટીમો અને અમારા વોલંટીયર્સ પણ હાજર રહેશે. સૌ કોઇને અમારૂ આમંત્રણ છે. આ આપણા વડોદરા શહેરના આન-બાન-શાન એવા ક્રિકેટર હાર્દિક પંડ્યા, જેમણે વર્લ્ડ કપની ટીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. છેલ્લા 6 મહિના તેમના ભયાનક કપરા રહ્યા છે. તેવી પરિસ્થીતીમાં ઉત્તમ પરફોર્મન્સ આપીને વર્લ્ડ કપ જીતીને વડોદરા આવી રહ્યા છે.

10 વાગ્યા સુધી બસ થઇ જશે તૈયાર

વધુમાં તેમણે જણાવ્યું કે, આમાં દરેક લોકોની મહેનત અને સાથ સહકાર છે. તમામે એકબીજાનું ધ્યાન રાખવાનું છે. અલગ અલગ લોકો દ્વારા તેમનાથી થતી મદદ કરવામાં આવી છે. બસમાં હાર્દિક પંડ્યાના ફોટા, સ્ટીકલ લાગવાના છે. આજે રાત્રે 10 વાગ્યા સુધી બસ તૈયાર થઇ જશે. હું નિમિત્ત બની રહ્યો છે. જે કંઇ થઇ રહ્યું છે, તે અદભુદ થઇ રહ્યું છે. સમગ્ર વિશ્વ જોતું રહી જાય તેવું આપણે સ્વાગત કરવાનું છે.

આ પણ વાંચો -- VADODARA : ક્રિકેટર હાર્દિક પંડ્યાના રોડ-શોને લઇ પોલીસનું જાહેરનામું

Tags :
buscricketerfamilyHardikinopenpandyaRoadSHOWVadodarawith
Next Article