VADODARA : ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ
VADODARA : તાજેતરમાં ટીમ ઇન્ડિયા ટી 20 ક્રિકેટ વિશ્વ કપ (ICC Men's T20 World Cup) જીત્યો છે. જે બાદ ટીમ ઇન્ડિયાના પ્લેયર્સનું મુંબઇમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મેચમાં મુળ વડોદરાના અને હાલ દેશ માટે ક્રિકેટ રમતા હાર્દિક પંડ્યા (CRICKETER HARDIK PANDYA) એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેઓ સોમવારે હાર્દિક પંડ્યા વડોદરા આવવાના છે. ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 15, જુલાઇ સોમવારે શહેરમાં સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
ભવ્ય સ્વાગતની તૈયારીઓ
ટી - 20 ક્રિકેટમાં વિશ્વવિજેતા બનનાર ભારતીય ટીમના મુળ વડોદરાના ખેલાડી હાર્દિક પંડ્યા સોમવારે વડોદરા આવશે. તે પહેલા તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, મુંબઇ જેવો અથવા તો તેને ઝાંખો પાડે તેવું સ્વાગત કરવામાં આવશે.
500 થી વધુ વોલંટીયર્સ ખડેપગે
ભવ્ય સ્વાગતનું આયોજન કરનાર સ્વેજલ વ્યાસ જણાવે છે કે, વડોદરાના ક્રિકેટ પ્રેમીઓને બોલાવવાના છે. તેમના કોચ, સ્કુલ ટીચર, પાડોશી અને રીલેટીવ તમામને બોલાવવાનો પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. વડોદરાના તમામ કોર્પોરેટર, ધારાસભ્યો સન્માન કરે તેવું પણ આયોજન છે. વડોદરા શહેર માટે જે લોકો રમ્યા છે, તે તમામને ભેગા કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. મુંબઇમાં જેમ ભારતની ટીમનું સ્વાગત-આયોજન થયું. અમે તેનાથી વધારે સારૂ કરી શકીએ તે માટે પ્રયત્નશીલ છીએ. 50 થી વધુ બાઉન્સરો, 1500 થી વધુ વોલંટીયર્સ હશે, પોલીસને અમે રીકવેસ્ટ કરી છે કે, 700 જેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવે. શહેરના અલગ અલગ સંગઠિત લોકોની મીટિંગ પણ યોજવામાં આવનાર છે.
ભવ્ય આતશબાજી કરાશે
અગ્રણી જય ઠાકોર જણાવે છે કે. 15, જુલાઇ સોમવારે હાર્દીક પંડ્યાની વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે યાત્રા માંડવીથી શરૂ થઇ લહેરીપુરા, સુરસાગર, દાંડીયા બજાર થઇને નવલખી કમ્પાઉન્ડમાં સમાપન થશે. ત્યાં ભવ્ય આતશબાજી કરવામાં આવનાર છે. જે બસ મુંબઇમાં પ્લેયર્સને લઇને લોકો વચ્ચે નિકળી હતી, તે બસ વડોદરા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાર્દિક પંડ્યા આપણા શહેરના છે, તેમણે વર્લ્ડ કપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સરકારી શાળામાં સાંસદના હસ્તે “પ્રોજેક્ટ જ્ઞાનોદધી” નો આરંભ