Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મનભેદ નથી, ભગતસિંહ ચોકથી ઉમેદવારના પ્રચારના શ્રીગણેશ થશે - રૂત્વિજ જોશી

VADODARA : વડોદરા (VADODARA) માં કોંગ્રેસ (CONGRESS) પાર્ટી દ્વારા લોકસભા (LOKSABHA 2024) ના ઉમેદવાર તરીકે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારના નામની જાહેરાત કરવામાં આવતા આંતરિક વિરોધનો સુર ઉઠ્યો હતો. જે બાદ આજે લોકસભા સંયોજક ચંદ્રકાંતભાઇ શ્રીવાસ્તવ ભથ્થુભાઇને ત્યાં પાર્ટીના આગેવાનોથી...
vadodara   મનભેદ નથી  ભગતસિંહ ચોકથી ઉમેદવારના પ્રચારના શ્રીગણેશ થશે   રૂત્વિજ જોશી

VADODARA : વડોદરા (VADODARA) માં કોંગ્રેસ (CONGRESS) પાર્ટી દ્વારા લોકસભા (LOKSABHA 2024) ના ઉમેદવાર તરીકે પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારના નામની જાહેરાત કરવામાં આવતા આંતરિક વિરોધનો સુર ઉઠ્યો હતો. જે બાદ આજે લોકસભા સંયોજક ચંદ્રકાંતભાઇ શ્રીવાસ્તવ ભથ્થુભાઇને ત્યાં પાર્ટીના આગેવાનોથી લઇને કોર્પોરેટર સુધીના મહત્વના લોકોની મિટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં આવતી કાલથી લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચારને લઇને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, ઘરમાં બે ભાઇઓ હોય તો બધાનામાં મતભેદ હોઇ શકે, મનભેદ નથી. આ વાતનો હું વિશ્વાસ અપાવું છું. આમ કોંગ્રેસના આંતરિક ટાંટીયા ખેંચ નહિ હોવાનો આડકતરો ઇશારો પ્રમુખે મીડિયા સમક્ષ કર્યો હતો.

Advertisement

તમામ એકજુટ થઇને ઉમેદવારના પ્રચારમાં જોડાશે

વડોદરામાં લોકસભાને લઇને પ્રથમ ભાજપ અને ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત બાદ આંતરિક કલહ સપાટી પર આવ્યો હતો. જેને લઇને પહેલા ઉમેદવારો ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી હતી. ત્યાર બાદ ડો. હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતમાં તેઓનો આંતરિક વિરોધ જોવા મળ્યો હતો. જે બાદ કોંગ્રેસ દ્વારા પાદરાના પૂર્વ ધારાસભ્યના નામની જાહેરાત કરવામાં આવતા તેમંના વિરૂદ્ધ પાર્ટીનો અસંતોષ સામે આવ્યો હતો. જો કે, હવે તમામ એકજુટ થઇને ઉમેદવારના પ્રચારમાં જોડાયા હોવાનો વિશ્વાસ શહેર પ્રમુખ આપી રહ્યા છે.

સમર્થનમાં બધાની લાગણી અને માંગણી હતી

કોંગ્રેસ શહેર પ્રમુખ રૂત્વિજ જોશી જણાવે છે કે, કોંગ્રેસનો કાર્યકર્તા એકજુટ જ હોય છે. ઘરમાં બે ભાઇઓ હોય તો બધાનામાં મતભેદ હોઇ શકે, મનભેદ નથી. આ વાતનો હું વિશ્વાસ અપાવું છું. અનુભવી, યુવાન અને પરિપક્વ જશપાલસિંહ પઢીયારના સમર્થનમાં બધાની લાગણી અને માંગણી હતી. અને પ્રદેશ દ્વારા તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસના સિનિયર આગેવાન ભથ્થુ ભાઇને ત્યાં આજે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ લોકસભા બેઠકના ઇન્ચાર્જ છે. અલગ અલગ કમિટીના આગેવાનોને લેવામાં આવ્યા છે. આજે વોર્ડ પ્રમુખ, વોર્ડ કમિટી, મુખ્ય આગેવાનો, કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા છે. તેમની સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે.

Advertisement

પ્રજાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે

વધુમાં તેઓ જણાવે છે કે, આવતી કાલથી કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર શરૂ થશે. ન્યાય મંદિરના ભગતસિંહ ચોકથી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવશે. ત્રણ દિવસમાં અનેક અગ્રણીઓને મળ્યા છીએ. સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રજાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. જેનો અમને વિશ્વાસ છે. કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક લોકશાહી છે. જશપાલસિંહને લઇને કાર્યકર્તાઓમાં વિશ્વાસ છે. અને જોરશોરમાં ચૂંટણી પ્રચાર કરશે.

આ પણ વાંચો -- VADODARA : કપાસ ભરેલા ટેમ્પામાં આગ લાગતા કંઈ ન બચ્યું

Advertisement

Tags :
Advertisement

.