Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું મૃત પશુનું ચામડુ ઉતારી લીધા બાદ તેની દફનવિધી કરાય છે ? ધારાસભ્ય સંજય કોરડિયાએ કરી યોગ્ય તપાસની માંગ

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મૃત ગાયના ચામડા ઉતાર્યા બાદ તેની દફનવિધિ થતી હોવાની આશંકાને લઇ કડક તપાસની માંગ કરી છે, એક જાગૃત નાગરીકે આ અંગે ધારાસભ્ય સાથે વાત કરી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, ધારાસભ્ય દ્વારા  આ અંગેની વાતચીતની એક ઓડીયો ક્લીપ પણ રજૂ કરી છે. અને હવે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની ધારાસભ્યએ સૂચના આપી છે. વિવાદની શરૂઆત ઓડિયો ક્લિપને પગલે થઇ ધારાસભ્ય સંજ
શું મૃત પશુનું ચામડુ ઉતારી લીધા બાદ તેની દફનવિધી કરાય છે    ધારાસભ્ય સંજય કોરડિયાએ કરી યોગ્ય તપાસની માંગ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મૃત ગાયના ચામડા ઉતાર્યા બાદ તેની દફનવિધિ થતી હોવાની આશંકાને લઇ કડક તપાસની માંગ કરી છે, એક જાગૃત નાગરીકે આ અંગે ધારાસભ્ય સાથે વાત કરી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, ધારાસભ્ય દ્વારા  આ અંગેની વાતચીતની એક ઓડીયો ક્લીપ પણ રજૂ કરી છે. અને હવે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની ધારાસભ્યએ સૂચના આપી છે. 
વિવાદની શરૂઆત ઓડિયો ક્લિપને પગલે થઇ 
ધારાસભ્ય સંજય કોરડીયાએ બહાર પાડેલી ઓડીયો ક્લીપમાં મનપાના કલ્પેશ ટોલીયા નામના અધિકારીને પૂછે છે કે ગૌવંશની દફન વિધિ કેવી રીતે કરાય છે ત્યારે મનપામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં કલ્પેશ ટોલીયા જણાવે છે કે તેને ડમ્પિંગ સાઈટ પર લઇ જઇને દફનાવી દેવાય છે. કોન્ફરન્સમાં ફોન પર થયેલ વાતમાં એક વ્યક્તિ એમ જણાવે છે કે પશુનું ચામડું ઉતારીને પછી જ્યારે મનપાનું વાહન આવે તેમાં નાખી દઈએ છીએ અને તે પછી ડમ્પીંગ સાઈટ પર દાટી દેવામાં આવે છે.
ધારાસભ્ય સંજય કોરડીયાએ આપી સૂચના 
આમ ધારાસભ્ય પાસે આવેલી માહિતી મુજબ શહેરમાં જે પશુનું મૃત્યુ થાય છે તેનું ચામડું ઉતારીને પછી તેની દફનવિધિ થતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ અંગે ધારાસભ્યએ મનપાને જણાવ્યું છે કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, જે મૃત પશુઓની દફનવિધિ થઈ છે તેની તપાસ કરવામાં આવે કે વાસ્તવમાં ચામડા ઉતારી લેવાયા છે કે કેમ અને તેના માટે જવાબદાર જે કોઈ અધિકારી કે કર્મચારી હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરીને તેમની સામે પોલીસ ફરીયાદ પણ કરવા સુધીની સૂચના ધારાસભ્યએ આપી છે.
ધારાસભ્ય અને મનપા આમને-સામને 
સમગ્ર ઘટનાને લઈને મનપાના પદાધિકારીઓએ પણ કમિશ્નરને તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપી છે અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની તૈયારી દર્શાવી છે, આ સમગ્ર મામલાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે પણ આ મામલે કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું અને રોષ વ્યક્ત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જૂનાગઢ મનપામાં ભાજપનું શાસન છે અને ધારાસભ્ય પણ ભાજપના છે ત્યારે મૃત પશુઓના ચામડા મુદ્દે ધારાસભ્ય અને મનપા આમને સામને આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.
વિશ્વ હિન્દુ પરિષદે પાઠવ્યું આવેદનપત્ર 
વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ભીંડી અને મંત્રી જયેશભાઈ ખેસવાણીએ મનપા કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં મૃત પશુઓ ખાસ કરીને ગાયની અંતિમવિધિ પહેલાં તેની ચામડી ઉતારીને પછી તેની દફનવિધિ કરવામાં આવતી હોવાને લઈને રોષ વ્યક્ત કરાયો અને આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.
નિષ્પક્ષ તપાસની માંગ 
આ સાથે આવેદનપત્રમાં ધારાસભ્ય સંજય કોરડીયા અને મનપાના અધિકારી કલ્પેશ ટોલીયા સાથેની ટેલીફોનીક વાતચીતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને લોકોમાં ખુબ રોષ હોય એવી માંગણી પણ ઉઠી રહી છે કે આ કૃત્ય કરનાર કોણ છે એની અલગથી કમિટી બનાવી નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેમજ મહાનગરપાલિકા દ્વારા જે ઇજારો આપેલો છે તેમાં શું સ્પષ્ટતા કરેલી છે તેની પણ તપાસ થવી જોઇએ આ કૃત્ય પાછળ જે પણ અધિકારી નું નામ સંડોવાયેલ હોય તેને સસ્પેન્ડ કરી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ ઉઠી રહી છે જેને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સમર્થન આપે છે અને ત્રણ દિવસની મુદત માં આ તપાસ પૂર્ણ કરવાની માંગ પણ કરી છે, અન્યથા આગામી દિવસોમાં ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા સાથે સંકલન કરી આ વિષયને હજુ પણ ગંભીરતા પૂર્વક લેવામાં આવશે તેમ આવેદનપત્રમાં જણાવાયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.