wayanad landslide માં દટાયા,જંગલી હાથીઓએ બચાવ્યો જીવ, ચમત્કાર જોઇને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત
- wayanad landslide વચ્ચે એક ચોંકાવનારા સમાચાર
- આખી રાત પરિવારની જંગલી હાથીઓએ રક્ષા કરી
- ઇશ્વરને પ્રાર્થના કરી અને અચાનક હાથીઓ બચાવવા આવી પહોંચ્યા
Kerala land slide : મેપ્પાડીમાં ભૂસ્ખલન (wayanad landslide) બાદ સુજાતા અનિનાંચિરા અને તેમનો પરિવાર ગાઢ જંગલોમાં ત્રણ હાથીઓથી ઘેરાઇ ગયો. હાથીઓએ તેમને જરા પણ ઇજા પહોંચાડી નહોતી. આખી રાત હાથીઓ સાથે રહ્યા બાદ પરિવારને સવારે રાહત અને બચાવદળે બચાવી લીધા હતા. ભયાનક સ્થિતિ વચ્ચે પણ હાથીઆ પરિવારને સુરક્ષીત રાખ્યો હતો.
સુજાતા અનિનાંચિરા અને તેમના પરિવારનું મંગળવારે સવારે ભુસ્ખલનની (wayanad landslide) ઝપટે ચડી જવા છતા પણ જીવતું રહેવું કોઇ ચમત્કારથી કમ નહોતું. ભુસ્ખલમાં (wayanad landslide) જીવ બચાવીને ભાગ્યા અને જંગલમાં પહોંચી ગયા હતા. ભારે વરસાદ, કાદવ કીચડ અને ગાઢ જંગલ વચ્ચે ક્યાં જવું તેવી કોઇ ખબર જ નહોતી. તેમને એક નર અને બે માદા હાથી સહિત કૂલ 3 હાથીઓએ ઘેરી લીધા હતા. વિશાળકાય હાથી ગરજી રહ્યા હતા. સુજાતાના પરિવારને કંઇ જ ખબર નહોતી પડી રહી કે હાથી તેમની સાથે શું કરશે અથવા તો તેમને ક્યાં જવું. તેઓ જીવતા રહે તેવી શક્યતાઓ તેમને નહીવત્ત લાગી રહી હતી. હાથ જોડીને ઇશ્વરને યાદ કરી રહ્યા હતા અને જ્યાં હતા ત્યાં જ બેસી ગયા. હાથ જોડીને તેમણે હાથીઓ પાસે પણ શરણ માંગી. જો કે આશ્ચર્યજનક રીતે હાથીઓ અચાનક તેમની પાસે આવી ગયા. આખી રાત આ પરિવારની તેઓ સાર સંભાળ પણ કરતા રહ્યા. સવારે તેઓ જ્યારે જવા લાગ્યા તો હાથીઓની આંખમા આંસુ હતા.
આ પણ વાંચો -Paris Olympic 2024 : મેડલની હેટ્રિકથી દૂર રહી PV Sindhu, શું હવે જાહેર કરશે નિવૃત્તિ? જાણો શું કહ્યું...
આખો પરિવાર કાટમાળમાં ફસાયો
સુજાતાએ જણાવ્યું કે, ભુસ્ખલનમાં તે પોતે તેના પતિ, પુત્રી અને બે પ્રપૌત્ર અને પૌત્રીનું જીવતું બચી જવું એક ચમત્કાર સમાન છે. તેમણે કહ્યું કે, ચુરલમાલામાં તેમના ઘર પર જ ભુસ્ખલન થયું. પરિવાર સહિત તેઓ પણ કાટમાળમાં દટાઇ ગયા.
રાત્રે દોઢ વાગ્યે ઘર પર કાટમાળ પડ્યો
સુજાતાએ જણાવ્યું કે, સોમવારે આખી રાત વરસાદ થઇ રહ્યો હતો. રાત્રે આશરે 01.30 વાગ્યે એક મોટો કડાકો સાંભળ્યો. ત્યાર બાત પાણી અચાનક અમારા ઘરમાં ઘુસવા લાગ્યું. અમે કાંઇ સમજીએ તે પહેલા તો માટી અને પથ્થર ઘરની દિવાલ સાથે ટકરાવા લાગ્યા હતા. અમે ખુબ જ ગભરાઇ ગયા. આ ઉપરાંત પાણી સાથે આસપાસના ઘરનો કાટમાળ પણ અમારા ઘરમાં ઘુસી રહ્યો હતો.
આ પણ વાંચો - Banaskantha: 1,886 લોકો બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, પોલીસે અરજદારોને 2 કરોડથી વધુની રકમ પરત અપાવી
કાટમાળમાંથી નિકળ્યા તો કમર સુધી પાણી હતું
પરિવારે કહ્યું કે, ઘરની છત પડી ગઇ હતી, જેના કારણે મારી દીકરી ઘાયલ થઇ ગઇ હતી. મે ઇંટો હટાવીને તેને બહાર પાડી. પરિવારના અન્ય લોકો પણ કાટમાળમાં દબાઇ રહ્યા હતા. અમે એક બીજાની મદદથી તુરંત જ બહાર નિકળ્યા. વહેતા પાણીમાં ઉતરી ગયા. પાણી સતત વધી રહ્યું હતું.
#WATCH | Wayanad landslide | Brigadier Arjun Segan, Commandant of the Para Regimental Training Centre says, " Today is the 4th day of this rescue operation...last evening by around 6 pm, we completed the bridge and were able to move vehicular movement upslope. This area where we… https://t.co/SBfthDKT5P pic.twitter.com/qa6rAEmthU
— ANI (@ANI) August 2, 2024
પહાડ પર હાથીઓથી ઘેરાઇ ગયા
સુજાતાએ જણાવ્યું કે, ઇશ્વની કૃપા જ હતી કે કાટમાળમાં દબાવા છતા અમે જીવતા રહ્યા. કાટમાળમાંથી નિકળીને અમે જીવ બચાવીને ભાગ્યા. અમે પોતાના ઘરની પાછળ પહાડ પર ચડયા અને એક કોફીના બગીચામાં શરણ લીધી. આ જંગલી વિસ્તાર હતો આસપાસ સન્નાટો હતો. ભારે વરસાદ થઇ રહ્યો હતો. આંખો સામે આખુ ગામ તબાહ થઇ રહ્યું હતું. કાંઇ પણ સુજતું નહોતું. ચારે બાજુ અંધારુ અને ભારે વરસાદ હતો. અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે અચાનક હાથીઓ ક્યાંકથી આવ્યા.અમે જીવતા બચી ગયા.
આ પણ વાંચો - Paris Olympic 2024 : ભારતીય શૂટર મનુ ભાકરનો 25 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં પ્રવેશ
હાથીને હાથ જોડીને પ્રાર્થના કરી
સુજાતાએ કહ્યું કે, તે લોકોને સ્પર્શ કરવાથી ખબર પડી કે તેમની આસપાસ હાથી આવી ગયા છે. અમે ઇશ્વરને અને ત્યાર બાદ હાથીને પ્રાર્થના કરી. જો કે હાથી પણ ડરેલા લાગી રહ્યા હતા. પરંતુ અમે એક બીજાની હુંફે આખી રાત પસાર કરી હતી.
સવાર સુધી હાથી સાથે જ રહ્યા
સુજાતાના અનુસાર અમે હાથીના પગની નજીક હતા. જો કે અમને લાગી રહ્યું હતું કે, તે અમારી પરેશાની સમજતા હોય. સવારે 6 વાગ્યા સુધી હાથી અમારી સાથે ઉભા રહ્યા. વહેલી સવારે દિવસ થતાની સાથે જ હાથીઓ ત્યાંથી નિકળી ગયા. અમે હાથીઓનો ખુબ આભાર માન્યો અને તેમને વારંવાર પગે લાગ્યા. તેઓએ અમારો જીવ બચાવ્યો હતો.
આ પણ વાંચો - Surat: ભોળી જનતાને લૂંટતો વધુ એક વહીવટદાર ઝડપાયો, માંગી હતી 42,500 ની લાંચ