Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શહેર કોંગ્રેસ પ્રમુખની માફીની વાત પર ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન અડગ

VADODARA : તાજેતરમાં વડોદરાના શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA LOKSABHA BJP CANDIDATE DR. HEMANG JOSHI) ફિઝિયોથેરાપીસ્ટ હોવાથી નામ આગળ ડોક્ટર ન લખી શકે તે મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જે બાદ ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન...
vadodara   શહેર કોંગ્રેસ પ્રમુખની માફીની વાત પર ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન અડગ

VADODARA : તાજેતરમાં વડોદરાના શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી (VADODARA LOKSABHA BJP CANDIDATE DR. HEMANG JOSHI) ફિઝિયોથેરાપીસ્ટ હોવાથી નામ આગળ ડોક્ટર ન લખી શકે તે મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જે બાદ ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન મેદાને આવ્યું હતું. અને કોંગી આગેવાન માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજે વધુ એક વખત ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને માફીની માંગ દોહરાવી છે.

Advertisement

વાત આધાર સહ રજૂ કરી

શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી દ્વારા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી પોતાના નામ આગળ ડોક્ટર ન લખી શકે તેવી લેખિતમાં રજૂઆત કરી હતી. જે બાદ ફિઝિયોથેરાપીસ્ટ સંગઠન મેદાને આવ્યું હતું. અને ફિઝિયોથેરાપીસ્ટ પોતાના નામ આગળ ડોક્ટર લખી શકે તે વાત આધાર સહ રજૂ કરી હતી. સાથે જ કોંગી નેતા માફી માંગે તેવી માંગ રજુ કરી હતી. આજરોજ વધુ એક વખત કોંગી નેતા માફી માંગે તેવી રજૂઆત સાથે સંગઠનના અગ્રણીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.

તેમની પાસે સરકાર માન્ય ડિગ્રી છે

ફિઝિયોથેરાપીસ્ટ ડો. આશિષ પરમાર જણાવે છે કે, કોંગેસ આગેવાન દ્વારા 3 દિવસ પહેલા ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આજે અમે તમામ ફિઝિયોથેરાપી સંગઠન તરફથી આવ્યા છીએ. તેમના આરોપો હતા કે, ડો. હેમાંજ જોશી ડોક્ટર ન લગાડી શકે. મારૂ કહેવું છે કે, તે પોતે ફિઝિયોથેરાપીસ્ટ છે, અને તેમની પાસે સરકાર માન્ય ડિગ્રી છે. ત્યારે ગતરોજ અને તે પહેલા આવેદન પત્ર આવ્યા હતા.

Advertisement

ફરી એક વખત માફીની માંગ

વધુમાં તે જણાવે છે કે, કોંગ્રેસના આગેવાન જણાવે છે કે, હવે ડોક્ટર લગાડી શકાય, પરંતુ નામ પાછળ કંઇ ઉમેરવું પડે. ફરી વખત હવામાં વાત કરી છે. આ ખોટી અને નીંદનીય બાબત છે, તે પોતે મેડિકલ પ્રોફેશનને વખોડે છે, તેમને કોઇ અધિકાર નથી. તેમને ડોક્ટરની લાગણી દુભાવવાનો કોઇ અધિકાર નથી. તેમણે તેમ પણ કહ્યું કે, વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. કોંગ્રેસ પાર્ટી પર કોઇ ટીપ્પણી કરે તો, શું માત્ર ધારાસભ્યો જ આવશે. કાર્યકર્તા ન આવી શકે. કાર્યકર્તા ભવિષ્યના ધારાસભ્ય-સાંસદ ન બની શકે. હવે તેઓ સ્વિકારે છે, ડોક્ટર લખાવી શકો, પરંતુ પાછળ તમારે કંઇ લખવું પડે. તેઓ ફિઝિયોથેરાપીસ્ટ વિરૂદ્ધ બોલવા માટે બોલવા પ્રેરીત કરે છે. ગુજરાત સ્ટેટ કાઉન્સિલ દ્વારા અમને સમર્થન જાહેર કર્યું છે. હવે રાષ્ટ્રીય બોડી IAP દ્વારા લડતમાં સમર્પિત થવાનું જણાવ્યું છે. આવતી કાલે મતદાન હોવાથી આજે રજૂઆત કરવામાં આવ્યા છે. ફરી એક વખત માફીની માંગ રજૂ કરી છે.

આ પણ વાંચો -- VADODARA : રેકોર્ડ બ્રેક મતદાન કરવા અપીલ, 1278 મતદાન મથકો ઉપર કરાશે વેબ કાસ્ટિંગ

Advertisement

Tags :
Advertisement

.