Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : કોલ્ડડ્રિંકની સીલ પેક બોટલમાં મકોડો મળી આવ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના અલકાપુરી (ALKAPURI) વિસ્તારમાં આવેલી એક શોપમાં કોલ્ડડ્રિંકની (COLD DRINK) સીલ પેક બોટલમાં મૃત મકોડો તરતો મળી આવ્યો હતો. જેને લઇને કંપનીની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. ઉનાળામાં જ્યારે ઠંડા પીણાની હાઇ ટાઇમ ડિમાન્ડ રહે...
07:30 AM Apr 20, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના અલકાપુરી (ALKAPURI) વિસ્તારમાં આવેલી એક શોપમાં કોલ્ડડ્રિંકની (COLD DRINK) સીલ પેક બોટલમાં મૃત મકોડો તરતો મળી આવ્યો હતો. જેને લઇને કંપનીની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. ઉનાળામાં જ્યારે ઠંડા પીણાની હાઇ ટાઇમ ડિમાન્ડ રહે છે, ત્યારે ગ્રાહકે ચકાસીને જ ઠંડુપીણું પીવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. જો કે, શોપમાંથી માત્ર એક જ બોટલમાં આ પ્રકારની ક્ષતી જોવા મળી હતી.

માંગમાં હાઇ ટાઇમ વધારો

હાલ ઉનાળો ચાલી રહ્યો છે. દિવસસેને દિવસે ગરમી પોતાનો નવો રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. માણસોની સાથે હવે તો ઝુમાં રહેતા પશુઓ માટે પણ ગરમીથી બચવાના ઉપાયો કરવા પડી રહ્યા છે. આ સમયે ગરમીથી રાહત આપતા ઠંડા પીણાની માંગમાં હાઇ ટાઇમ વધારો જોવા મળી રહ્યો છે. કોલ્ડડ્રિંકની બોટલનો ઉપાડ આખા વર્ષ દરમિયાન હાલની સીઝનમાં વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ઠંડાપીણાના શોખીનોએ પીતા પહેલા ચકાસણી કરવી પડે તેવો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે.

ઠંડુ પીણું જોઇને જ પીવાની અપીલ

વડોદરાની અલકાપુરી વિસ્તારમાં આવેલી શોપમાંથી કોલ્ડડ્રિંકની સીલ પેક બોટલમાં મકોડો તરતો મળી આવ્યો હતો. શોપ સંચાલકે કહ્યું કે, ગ્રાહકે ઠંડુપીણું માંગતા તેમણે ફ્રિજમાંથી બોટલ કાઢી હતી. પરંતુ તેમાં મકોડો તરતો મળી આવતા તેને બાજુમાં મુકી દીધી હતી. સંચાલક લોકોને બરાબર રીતે ઠંડુ પીણું જોઇને જ પીવાની અપીલ પણ કરી હતી. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યો છે.

કંપનીએ તપાસ કરાવવી પડશે

તો બીજી તરફ કંપનીની સીલ પેક બોટલમાં મકોડો કેવી રીતે આવ્યો તે સવાલો કોયડો સર્જ્યો છે. કોલ્ડડ્રિંકની જે બોટલમાં મકોડો મળી આવ્યો છે, તે સીધી કંપનીના પ્લાન્ટ પરથી જ ભરવામાં આવી હોય ત્યારે તેમાં આ પ્રકારની ક્ષતિ કેવી રીતે રહી ગઇ, જેવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે કંપનીએ તપાસ કરાવવી પડશે. આ ઘટના બાદ હવે કોઇ પણ શોખીન ચકાસ્યા વગત ઠંડુપીણુ નહિ પીવે તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો -- Palanpur : ભેળસેળ કરતાં તત્વો સામે કાર્યવાહી, શંકાસ્પદ ઘીનો 2700 કિલો જથ્થો ઝડપાયો

Tags :
bottlecolddrinkfoundinsectinsidepackSealVadodara
Next Article