Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વૃદ્ધાની સોનાની ચેઇનનો અડધો હિસ્સો તફડાવતા તસ્કરો

VADODARA : વડોદરા (VADODARA) ના મકરપુરા પોલીસ મથક વિસ્તાર (MAKARPURA POLICE STATION) માં વહેલી સવારે વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇનનો અડધો હિસ્સો તફડાવવામાં તસ્કરોને સફળતા મળી છે. વૃદ્ધાએ બુમાબુમ કરતા આખરે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તસ્કરો નાસી છુટ્યા...
vadodara   વૃદ્ધાની સોનાની ચેઇનનો અડધો હિસ્સો તફડાવતા તસ્કરો

VADODARA : વડોદરા (VADODARA) ના મકરપુરા પોલીસ મથક વિસ્તાર (MAKARPURA POLICE STATION) માં વહેલી સવારે વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇનનો અડધો હિસ્સો તફડાવવામાં તસ્કરોને સફળતા મળી છે. વૃદ્ધાએ બુમાબુમ કરતા આખરે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તસ્કરો નાસી છુટ્યા હતા. આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

તસ્કરો લઇને નાસી છુટ્યા

મકરપુરા પોલીસ મથકમાં ઇશરાવતી રામબલી શર્માએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આજે સવારે સાડા છ વાગ્યે તેઓ તેમના ઘરેથી કમલા પાર્ક સોસાયટી તરફ ચાલવા નિકળ્યા હતા. દરમિયાન સોસાયટીનો મેઇન ગેટ આવતા અચાનક તેમના પાછળ બાઇક પર આવેલા બે ઇસમેએ વાહન ઉભુ રાખ્યું. તે પૈકી એક ઇસમ દ્વારા તેમના ગળામાં પહેરેલી એક તોલાની સોનાની ચેઇન તોડવાની કોશિષ કરી હતી. પરંતુ તેમણે ચેઇનનો આગળનો ભાગ પકડી લેતા સોનાની ચેઇનના બે કટકા થઇ ગયા હતા. જે પૈકી 60 ટકા સોનાની ચેઇનનો ભાગ તસ્કરો લઇને નાસી છુટ્યા હતા. બાદમાં બાઇક પર આવેલા ઇસમો સોમા તળાવ તરફ ભાગી છુટ્યા હતા. સોનાની ચેઇનની કિંમત રૂ. 20 હજાર આંકવામાં આવી છે. જે પૈકી રૂ. 15 હજારની ચેઇનનો હિસ્સો તસ્કરો તફડાવી ગયા છે.

Advertisement

વધુ કાર્યવાહી હાથ ધરી

દરમિયાન તેમણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો આવી ગયા હતા. અને બાદમાં આ અંગે 100 નંબર પર જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. બાદમાં મહિલા ફરિયાદ કરવા માટે પોલીસ મથક પહોંચ્યા હતા. આ ઘટનામાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

એક વખત તસ્કરોનો તરખાટ

અત્રે નોંધનીય છે કે, થોડાક સમય પહેલા વડોદરામાં વહેલી સવારે ચાલવા નિકળેલા મહિલાઓને એક સાથે તસ્કરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. હવે તે જ રીતે ફરી એક વખત તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. હવે કેટલા સમયમાં પોલીસ આ તસ્કરો સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પીવાલાયક પાણી રોડ પર વહી ગયું, અધિકારી પર સણસણતો આરોપ

Tags :
Advertisement

.