Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : નકલી પોલીસ બની અસલી ડ્રામા ભજવાયો

VADODARA : વડોદરામાં ગેસના બોટલની ડિલીવરી કરતા યુવકો ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા હોવાનું જણાવી તેમની પાસેથી નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ખંડણી પેટે પૈસા લઇ જનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે....
vadodara   નકલી પોલીસ બની અસલી ડ્રામા ભજવાયો

VADODARA : વડોદરામાં ગેસના બોટલની ડિલીવરી કરતા યુવકો ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા હોવાનું જણાવી તેમની પાસેથી નકલી પોલીસ બનીને રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ખંડણી પેટે પૈસા લઇ જનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સેટીંગ કરી લો નહિ તો બહુ માર પડશે

વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAXMIPURA POLICE STATION) માં હરેશભાઇ ભીખાભાઇ સોલંકી (રહે. મેલડીમાતાનું ફળિયુ, અંપાડ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ગેસ એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. તાજેતરમાં તે ટેમ્પો લઇને ચિન્ટુ અને ઇકબાલ સાથે ગેસનું વિતરણ કરવા માટે ગયા હતા. ત્યાં બપોરના સમયે પોણા બાર વાગ્યે ન્યુ અલકાપુરી વિસ્તારમાં ઉભા હતા. દરમિયાન એક નંબર પ્લેટ વગરની કાર તેમની પાસે આવી હતી. અને તેમાંથી ચાર માણસો ઉતર્યા હતા. તે પૈકી એક ઇસમો પોતાના હાથમાં રાખેલા મોબાઇલમાંથી વિડીયો ઉતારવાનો શરૂ કર્યો હતો. તે બોલકો હતો કે, તમે ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરો છો, અમે પોલીસમાં છીએ, તમે સેટીંગ કરી લો નહિ તો બહુ માર પડશે.

અમે તારો કેસ રફેદફે કરી નાંખીએ

આ બાદ શખ્સે બે-ત્રણ લાફા મારી દીધા હતા. જે બાદ બેને કારમાં બેસાડીને તાલુકા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. અનેક કહ્યું કે, તું પૈસા આપી દે નહિ તો અંદર લઇ જઇશ અને ત્યાં લઇ જઇ રૂમમાં પુરી જાનથી મારી નાંખીશ. તેથી તેઓ ઘભરાઇ ગયા હતા. અને પાસે પડેલા રૂ. 20 હજાર આપ્યા હતા. નકલી પોલીસે કહ્યું કે, રૂ. 20 હજાર થી કંઇ નહિ થાય તુ રૂ. 1 લાખ આપી દે. અમે તારો કેસ રફેદફે કરી નાંખીએ. જેથી તેઓને ગેસ સિલિન્ડરના વેચાણના રૂ. 9 હજાર પણ આપી દે છે.

Advertisement

કોડ પર મોકલી આપ્યા

છતાં આ લોકો માન્યા ન હતા. અને એક વ્યક્તીએ કહ્યું કે, મારૂ નામ પરેશ વાઘેલા છે. તુ મિત્ર સલમાનના ગુગલ પે નંબર પર બાકીના રૂ. 70 હજાર ગુગલ પે કરાવી દે. જે બાદ તેઓ મિત્ર પાસેથી મંગાવીને રૂ. 15 હજાર પરેશ વાઘેલાએ આપેલા કોડ પર મોકલી આપ્યા હતા. બાદમાં બંનેને ટેમ્પો પાસે ઉતારીને અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. આખરે ઉપરોક્ત મામલે પરેશ વાઘેલા નામના શખ્સ સામે ગેરકાયદેસર રીતે ખંડણીના રૂ. 44 મેળવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : “…તો ખબર પડે તારી શું તાકાત છે”, ધર્મેન્દ્રસિંહનો વળતો પ્રહાર

Advertisement

Tags :
Advertisement

.