VADODARA : પાણીની સમસ્યા દુર થાય તેવી "સાહેબે" લાગણી વ્યક્ત કરી - ડો. વિજય શાહ
VADODARA : વડોદરા (VADODARA) માં આમ તો ઠેર ઠેર પાણીની સમસ્યા છે. વડોદરા પાસે પીવાલાયક પાણીના જરૂરી સ્ત્રોત ઉપલબ્ધ છે. પરંતુ તેમાંથી લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં પાલિકાનું તંત્ર કેટલુ સ્માર્ટ સાબિત થયું છે, તે સૌ કોઇ જાણે છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા સામે આજે ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે (CITY BJP PRESIDENT DR.VIJAY SHAH) બોલવું પડ્યું છે. તેમણે સાંસદના સત્કાર સમારોહમાં શહેરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ વાત મુકતા કહ્યું કે, હું મંચ પરથી કહેવા માંગુ છું. કે સાહેબે પણ લાગણી વ્યક્ત કરી છે, વડોદરામાં જે પાણીનો પ્રશ્ન છે, તે સમગ્ર ટીમના માધ્યમથી કોઇને કોઇ રીતે સોલ્યુશન લાવવું જોઇએ.
પાલિકા પાણી મામલે નિષ્ફળ
વડોદરાના શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ (BJP MLA MANISHABEN VAKIL) દ્વારા આજરોજ નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે કોર્પોરેટરોથી લઇને સાંસદ તમામ હાજર હતા. દરમિયાન ભાજપ શહેર પ્રમુખ દ્વારા વિસ્તારની પાણીની સમસ્યા દુર કરવા માટે જાહેર મંચ પરથી કહેવું પડ્યું છે. આ વિસ્તારમાંથી પાલિકાના મેયર અને ચેરમેન આવે છે, છતાં તેઓ લોકોની પાણીની સમસ્યા દુર કરવામાં નિષ્ફળ રહેતા આજે ભાજપ પ્રમુખે લોકોનો અવાજ ઉઠાવ્યો છે.
ભાજપના કમળને મત આપે છે
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું કે, આ પૂર્વ વિસ્તાર છે, પાલિકાના મેયર અને ચેરમેન પણ પૂર્વ વિસ્તારમાંથી છે. આ વિસ્તારની પોતાની જુદા જ પ્રકારની સમસ્યા છે. પાલિકાને લગતી સમસ્યા હોય, પરંતુ જ્યારે મતદાન કરવા માટે મતદાર જાય છે, ત્યારે તો તે ભાજપના કમળને મત આપે છે. પછી એ પાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય ! ત્યારે આપણી માટે સૌથી મહત્વની બાબત એવી છે કે, આ વિસ્તારનો સૌથી પ્રાણ પ્રશ્ન એટલે કે પાણી, પાણીના પ્રશ્નના સંદર્ભમાં વારંવાર રજૂઆતો થતી હોય છે. મને કહેતા આનંદ થાય છે કે, આ સમસ્યા અંગે પાલિકા થકી નવું ડીપીઆર બનાવીને પાણીના નવા સ્ત્રોત શોધીને, પાણીના અત્યારના જે કોઇ સ્ત્રોત છે, તેનું સારામાં સારી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય, લોકોના ઘર સુધી થાય તેની ચિંતા એક ટીમ તરીકે કરી રહ્યા છે. ત્યારે ટીમમાં સાંસદ ડો. હેમાં જોશી જોડાયા છે.
પાલિકાને વિનંતી છે
વધુમાં તેમણે જણાવ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ જ્યારે દેશના જળ સંપત્તિ વિભાગના મંત્રી બન્યો હોય ત્યારે વડોદરા માટે તેમની વિશેષ લાગણી છે. અને હું મંચ પરથી કહેવા માંગુ છું. કે સાહેબે પણ લાગણી વ્યક્ત કરી છે, વડોદરામાં જે પાણીનો પ્રશ્ન છે, તે સમગ્ર ટીમના માધ્યમથી કોઇને કોઇ રીતે સોલ્યુશન લાવવું જોઇએ. પાલિકાને વિનંતી છે કે, પ્રોએક્ટીવ થઇને કામનો નિકાલ કરવો પડશે.
આ પણ વાંચો -- VADODARA : VMC ના ચેરમેને ભાજપના કોર્પોરેટરને કહ્યું “તમારૂ કામ નહી થાય”