Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : લોકસભા ચૂંટણી પહેલા આ પૂર્વ ધારાસભ્યએ કેસરિયો કર્યો ધારણ

Vadodara : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (BJP state president CR Patil) ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. વડોદરાનાં (Vadodara) વાઘોડિયાનાં પૂર્વ ધારાસભ્યએ થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. આજે ધર્મેન્દ્રસિંહ...
vadodara   લોકસભા ચૂંટણી પહેલા આ પૂર્વ ધારાસભ્યએ કેસરિયો કર્યો ધારણ

Vadodara : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (BJP state president CR Patil) ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. વડોદરાનાં (Vadodara) વાઘોડિયાનાં પૂર્વ ધારાસભ્યએ થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા (Dharmendra Sinh Vaghela) વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement

Advertisement

ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સંબોધન

બીજેપીમાં જોડાયા બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, હું ભાજપમાં જોડાવવાનો છું તેવી વાત આખા ગુજરાતમાં ચાલતી હતી. મારા કાર્યકરો અને આખી કોર ટીમની લાગણી હતી. આજે સી.આર.પાટીલના હસ્તે મારી ઘર વાપસી થઈ છે. જ્યાં રામ વસતા હોય તેવા ઘરમાં વાપસી કોને ન ગમે. ભાજપ બીજી પાર્ટીઓની જેમ વાયદા પાર્ટી નથી. જે પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ હોય તે પાર્ટીમાં ઘર વાપસી કોને ન ગમે. વાઘોડિયા વિધાનસભામાં કોઈ અન્ય પાર્ટીના બુથ જ નહીં લાગે. વાઘોડિયા વિધાનસભા અને લોકસભામાં દોઢ લાખની લીડથી વિજય મેળવીશું તેવું વચન આપું છું.

Advertisement

સીઆર પાટીલનું સંબોધન

તો આ અવસરે બીજેપીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે ઘર વાપસી કરી છે તે આનંદની વાત છે. આ લોકો જે આવ્યા છે તે બધા ધર્મેન્દ્રસિંહ સાથે આવેલ નથી મોટા ભાગના ભાજપના કાર્યકરો છે. અન્ય પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. પોતાની પાર્ટીમાં તેમને ન્યાય નહિ મળતો હોય અથવા પાર્ટીની અવદશા નહીં જોઈ શકતા હોય એટલે ભાજપમાં આવી ગયા છે.

2022 વિધાનસભા ચૂંટણી વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય હતા. 25 જાન્યુઆરીના અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. 2022માં અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને હાર આપી હતી. વડોદરા ગ્રામ્યના બાહુબલી નેતા તરીકેની ધર્મેન્દ્રસિંહની ઓળખ છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવાર હતા. તેઓ ક્ષત્રિય રાજપૂત સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.

આ  પણ  વાંચો -

Tags :
Advertisement

.