Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બાજવા બ્રિજના "ગાબડાપાડુ" કોન્ટ્રાક્ટરની મુશ્કેલી વધશે, ધારાસભ્ય મેદાને

VADODARA : વડોદરા (VADODARA) પાસે બાજવા ઓવર બ્રિજ (BAJWA OVER BRIDGE) ના લોકાર્પણને હજી ત્રણ મહિના જેટલો જ સમય થયો છે ત્યાં તો તેમાં ગાબડું સામે આવ્યું છે. જેને લઇને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરી લોકો સમક્ષ ખુલ્લી પડી...
vadodara   બાજવા બ્રિજના  ગાબડાપાડુ  કોન્ટ્રાક્ટરની મુશ્કેલી વધશે  ધારાસભ્ય મેદાને

VADODARA : વડોદરા (VADODARA) પાસે બાજવા ઓવર બ્રિજ (BAJWA OVER BRIDGE) ના લોકાર્પણને હજી ત્રણ મહિના જેટલો જ સમય થયો છે ત્યાં તો તેમાં ગાબડું સામે આવ્યું છે. જેને લઇને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરી લોકો સમક્ષ ખુલ્લી પડી જવા પામી છે. આ ઘટના બાજ નવા ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, આ બ્રિજના કામની જ્યાં જ્યાં ક્ષતી દેખાય, તેનું ચેકીંગ કરીને, જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું બીલ અટકાવવામાં આવે તેવી ટેલીફોનીક સુચના આપી છે.

Advertisement

મુખ્યમંત્રીને પત્ર

વડોદરાના છેવાડે આવેલા બાજવા ઓવર બ્રિજની બાંધકામમાં ભારે ગોલમાલ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂ. 34 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજ પર ત્રણ મહિનામાં જ ગાબડુ સામે આવ્યું છે. જેને લઇને અનેક સવાલો ખડા થયા છે. ગાબડુ સામે આવતા જ કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલીક રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ આજે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય સામે આવ્યા છે. અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધમાં મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરનાર હોવાનું જણાવી રહ્યા છે.

બીલ અટકાવવામાં આવે

નવા ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP MLA DHARMENDRASINH VAGHELA) જણાવે છે કે, બાજવા બ્રિજ પર ગાબડા પડ્યાનું મારા ધ્યાને આવ્યું છે. જે બાબતે મારે અધિકારી સાથે ટેલિફોનીક વાત થઇ છે. અધિકારીનું કહેવું છે કે, બ્રિજ પર જર્ક વધારે પડતા આવતા હોવાથી, રીપેરીંગ કામ કરવા માટે આટલો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાંકને ક્યાંક બીજા પિલ્લરો પર અને આજુબાજુમાં તીરાડો દેખાતી હોવાથી, આજે મુખ્યમંત્રીને પત્ર લખીને રજુઆત કરવાનો છું. અને સાવચેતીના ભાગરૂપે આની પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, કોઇ પણ જાતની હોનારત ન ઘટે, અને કાયદેસરની કાર્યવાહી શરૂ થાય તે માંગ કરવાનો છું. અધિકારીને ટેલિફોનીક સુચના આપવામાં આવી છે કે, આ બ્રિજના કામની જ્યાં જ્યાં ક્ષતી દેખાય, તેનું ચેકીંગ કરીને, જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરનું બીલ અટકાવવામાં આવે તેવી ટેલીફોનીક સુચના આપી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બાજવા બ્રિજ પર તકતી લાગતા પહેલા જ ગાબડું

Advertisement
Tags :
Advertisement

.