Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાણી નહી મળતા મહિલાઓનો રોષ ફાટી નિકળ્યો

VADODARA : આજવા રોડ (VADODARA - AJWA ROAD) પર આવેલી ફાતીના કોમ્પલેક્ષના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી પીવા તથા અન્ય ઉપયોગ માટેનું પાણી નહિ હોવાથી તેઓ રોષે ભરાયા છે. અને પાલિકા તંત્ર દ્વારા આ અંગે સત્વરે...
vadodara   પાણી નહી મળતા મહિલાઓનો રોષ ફાટી નિકળ્યો

VADODARA : આજવા રોડ (VADODARA - AJWA ROAD) પર આવેલી ફાતીના કોમ્પલેક્ષના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી પીવા તથા અન્ય ઉપયોગ માટેનું પાણી નહિ હોવાથી તેઓ રોષે ભરાયા છે. અને પાલિકા તંત્ર દ્વારા આ અંગે સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેની માંગ કરી રહ્યા છે. સાથે જ સ્થાનિકોની વ્હારે સામાજીક કાર્યકર આવ્યા છે. અને તેમનો અવાજ બુલંદ કર્યો છે.

Advertisement

પાણીના પર્યાપ્ત સ્ત્રોત આવેલા છે

સમગ્ર વિરોધને લઇને સામાજીક કાર્યકર કમલેશ પરમાર જણાવે છે કે, શહેરના આજવા રોડ પર આવેલા ફાતીમા કોમ્પલેક્ષના રહીશો સાથે અત્યાચાર થઇ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. શહેરમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવતા હોય, નેતાઓ સ્માર્ટ હોય ત્યારે અહિંયા રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. બે દિવસથી પાણી નથી આવી રહ્યું. વડોદરા પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત આવેલા છે, છતાં નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું.

તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

વધુમાં તેઓ જણાવે છે કે, આજે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. ચૂંટાયેલા પ્રતિનીધીએ અને પદાધીકારીઓની ફરજમાં આ કામ આવે છે. તમામે વોર્ડ નં - 5 ની મુલાકાત લેવી જોઇએ. વરસાદની સીઝનમાં ડ્રેનેજના પાણી અહિંયા ભરાઇ જતા હોય છે, તે શોભા નથી આપતું. સ્માર્ટ સિટીના કોઇ પણ કામ ન થયા હોવાનો મારો ખુલ્લા આક્ષેપ છે. જો 24 કલાકમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વડોદરામાં પહેલા રોડ, પછી ડ્રેનેજનું કામ શરૂ થાય છે.

Advertisement

પાણી લાવવું મુશ્કેલ બન્યું છે

સ્થાનિક મહિલા જણાવે છે કે,પાલિકા દ્વારા લાઇનો ખોદી નાંખી છે. પીવાનું અને ઉપયોગમાં લેવાનું પાણી નથી. વહુઓ તો પીયર જતી રહે છે. અમારી ઉંમર થઇ ગઇ છે, પાણી લાવવું મુશ્કેલ બન્યું છે. ચાર દિવસથી પાણીની સમસ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : “10 વર્ષની મજૂરી બાદ 5 મીનીટમાં દુર કર્યો, આ છે નવું ભાજપ”

Advertisement

Tags :
Advertisement

.