ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara Accident: અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત, 4 વર્ષની બાળકીનો ચમત્કારીક બચાવ

Vadodara Accident : વડોદરામાં નેશનલ હાઇવે( National Highway) પર એક મોટી અકસ્માત (accident) ની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના 5 સભ્યોનાં મોત થયા છે. મહત્ત્વનું છે કે, જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જતાં પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં...
09:48 AM Mar 04, 2024 IST | Hiren Dave
accident

Vadodara Accident : વડોદરામાં નેશનલ હાઇવે( National Highway) પર એક મોટી અકસ્માત (accident) ની ઘટના સામે આવી છે જેમાં એક પરિવારના 5 સભ્યોનાં મોત થયા છે. મહત્ત્વનું છે કે, જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જતાં પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં રોડની સાઇડમાં ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે પટેલ પરિવાર સુરતથી વડોદરા (vadodara) તરફ આવી રહ્યો હતો. ત્યારે રોડની સાઇડમાં ઊભેલા કન્ટેનરમાં કાર ઘૂસી ગઈ હતી. જેમાં 1 વર્ષના બાળક સહિત 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જોકે, આ અકસ્માતમાં 4 વર્ષની બાળકી અસ્મિતા પટેલનો ચમત્કારિક બચાવ થયો છે.

5 people died

આ અકસ્માત અંગે જાણ કરાતા મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે આવી ગયો હતો. પોલીસે જણાવ્યા મુજબ આ અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈ પટેલ (34 વર્ષ), મયુરભાઈ પટેલ (30 વર્ષ), ઉર્વશિબેન પટેલ (31 વર્ષ), ભૂમિકાબેન પટેલ (28 વર્ષ) અને લવ પટેલ (1 વર્ષ)નું મોત થયું છે.

આ  પણ  વાંચો - Ambani Family : મુકેશ અંબાણીએ કહ્યું-આ છે પરિવાના અસલી DON..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
4 year old girl5people diedAccidentGujarat local newsGujrat FirstrescuedVadodaravadodara national highwayVadodara News
Next Article