VADODARA : નેશનલ હાઇ-વે પર મોંઘીદાટ ગાડીઓમાં સ્ટંટબાજી
VADODARA : વડોદરા પાસેના નેશનલ હાઇવે (VADODARA - NATIONAL HIGHWAY) પર મોંઘીદાટ ગાડીઓમાં સ્ટંટબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. એક સાથે આશરે 5 - 7 ગાડીઓ એકબીજાની આજુબાજુ અને આગળ-પાછળ ચાલી રહી છે. તેમાંથી કેટલીક ગાડીઓની બારીમાંથી યુવકો બહાર નિકળીને મોબાઇલમાં વીડિયો લઇ રહ્યા છે. આ જોખની સવારીના કારણે અકસ્માતની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સવારના સમયે ઉતારવામાં આવેલા વીડિયોએ હાઇવે પોલીસના પેટ્રોલીંગની પોલ ખોલી નાંખી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયામાં છવાઇ જવા માટે લોકો કેટકેટલું જોખમ ઉઠાવે છે તે વાતનો અંદાજો પણ વાયરલ વીડિયો પરથી લગાડી શકાય છે.
બારીમાંથી બહાર નિકળ્યા યુવકો
વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર મોંઘીદાટ ગાડીઓમાં સ્ટંટબાજી સોશિયલ મીડિયા પર છવાઇ છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, હાઇવે પર એક સાથે આશરે 5 - 7 ગાડીઓ એકબીજાની આજુબાજુ અને આગળ-પાછળ ચાલી રહી છે. તેમાંથી કેટલીક ગાડીઓની બારીમાંથી યુવકો બહાર નિકળીને મોબાઇલમાં વીડિયો લઇ રહ્યા છે. સ્ટંટબાજી કરતા રસ્તા પર જ ગાડીને વાંકીચુકી ચલાવવામાં પણ આવી રહી છે. જે ગાડીમાંથી તેમ કરવામાં આવી રહ્યું છે, તેની બારીમાંથી બે યુવકો બહાર નિકળીને રસ્તા પરની સ્ટંટબાજીનો વીડિયો પોતાના પાસે રહેલા કેમેરામાં કેદ કરી રહ્યા છે. આ ગાડીઓ એકબીજાની એટલી નજીક ચલાવવામાં આવે છે, જેના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહેલો છે.
પોલીસ નિષ્ફળ નીવડી
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતા જ હાઇવે પોલીસની પેટ્રોલીંગની પોલ ખુલી જવા પામી છે. તો બીજી તરફ સ્ટંટ બાજો પર લગામ કસવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ નીવડી હોવાનું પણ સપાટી પર આવવા પામ્યું છે. હવે હાઇવે પર આ પ્રકારના જોખમી સ્ટંટ કરતા તત્વો સામે પોલીસ કેટલા સમયમાં કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીને હાથ વડે પંખો નાંખવો પડે તેવી સ્થિતી