Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TRP Game Zone Tragedy : હત્યાકાંડના મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, સરકારી વકીલે કરી આ દલીલ!

TRP Game Zone Tragedy : રાજકોટમાં (Rajkot) TRP હત્યાકાંડ (TRP GameZone) મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ હત્યાકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી (Yuvrajsingh Solanki,), નીતિન જૈન (Nitin Jain) અને રાહુલ રાઠોડને (Rahul Rathod) કોર્ટમાં રજૂ કરાયા છે. કોર્ટ બહાર...
06:34 PM May 27, 2024 IST | Vipul Sen

TRP Game Zone Tragedy : રાજકોટમાં (Rajkot) TRP હત્યાકાંડ (TRP GameZone) મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ હત્યાકાંડના મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી (Yuvrajsingh Solanki,), નીતિન જૈન (Nitin Jain) અને રાહુલ રાઠોડને (Rahul Rathod) કોર્ટમાં રજૂ કરાયા છે. કોર્ટ બહાર પોલીસનો (Rajkot Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હત્યાકાંડ મામલે આરોપીઓની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની માગ કરાશે.

પોલીસે આરોપીઓના રિમાન્ડની માગ કરશે

રાજકોટ TRP હત્યાકાંડમાં (TRP Game Zone Tragedy) મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયા છે. માહિતી મુજબ, ગેમઝોનના સંચાલક અને મેનેજરને કોર્ટમાં રજૂ કરી પોલીસ વધુ રિમાન્ડની માગ કરી શકે છે. આરોપીઓની પૂછપરછ માટે પોલીસ વધુ દિવસના રિમાન્ડની માગ કરશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોપીઓને થર્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની (B.P. Thacker) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

ગેમઝોનનો કર્મચારી દરવાજા બંધ કરીને જતો રહ્યો હતો : સરકારી વકીલ

માહિતી મુજબ, કોર્ટમાં સરકારી વકીલે વેધક સવાલ કરતા કહ્યું કે, ઘટના સમયે લોકોને બચાવવા માટે કોઈ હાજર નહોતું. ગેમઝોનનો કર્મચારી દરવાજા બંધ કરીને જતો રહ્યો હતો. મૃતકોના ચેહરા પણ ઓળખાતા નથી. આરોપીઓએ પોતાની મિલકત બચાવવા દરવાજો બંધ કર્યો હતો. માહિતી મુજબ, કોર્ટમાં તમામ આરોપીઓની પોલીસે કસ્ટડી માગી છે.

આ પણ વાંચો - Rajkot Fire Incidentમાં ફાયર બ્રિગેડનો વળતો પ્રહાર….

આ પણ વાંચો - Rajkot :અગ્નિકાંડમાં સરકારના એક્શન અંગે હર્ષ સંઘવીનું નિવેદન

આ પણ વાંચો - Ahmedabad : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ AMC ને ફરજ યાદ આવી! વધુ એક ગેમઝોન કર્યું સીલ

Tags :
B.P.ThackerayCP Zone-1Nitin Jain and Rahul RathodRAJKOTrajkot policeRajkot TRP GameZoneSITThird Additional Judicial Magistratetrp game zone firetrp game zone newstrp game zone ownerTRP Game Zone TragedyYuvrajsingh Solanki
Next Article