Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Transfer : નાણા વિભાગ હસ્તકના 11 કમિશનરની બદલી, અમરેલીમાં 85 નાયબ મામલતદારોની બદલી

રાજ્ય નાણાવિભાગને (Finance Department) લઈ મોટા સમાચાર આવ્યા છે. નાણાં વિભાગ હસ્તકના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના અધિકારીઓની બદલી (Transfer) કરવામાં આવી હોવાની માહિતી છે. નાણાં વિભાગે 11 જેટલા સંયુક્ત રાજ્યવેરા કમિશનર કક્ષાના અધિકારીઓની (Joint State Tax Commissioner) બદલી કરી...
10:51 PM Jun 29, 2024 IST | Vipul Sen

રાજ્ય નાણાવિભાગને (Finance Department) લઈ મોટા સમાચાર આવ્યા છે. નાણાં વિભાગ હસ્તકના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના અધિકારીઓની બદલી (Transfer) કરવામાં આવી હોવાની માહિતી છે. નાણાં વિભાગે 11 જેટલા સંયુક્ત રાજ્યવેરા કમિશનર કક્ષાના અધિકારીઓની (Joint State Tax Commissioner) બદલી કરી છે. સાથે જ નાયબ વેરા કમિશનર કક્ષાના અધિકારીઓની બઢતી કરાઈ છે.

રાજ્ય નાણાવિભાગમાં (Finance Department) મોટા ફેરફાર થયા છે. નાણાં વિભાગે 11 સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના અધિકારીઓની બદલી કરી છે. સાથે જ નાયબ વેરા કમિશનર (Deputy Tax Commissioner) કક્ષાના 8 અધિકારીઓને બઢતી આપી છે. નાણાં વિભાગે આ 8 નાયબ વેરા કમિશનર કક્ષાના અધિકારીઓને સંયુક્ત રાજ્યવેરા કમિશનર તરીકે બઢતી આપી છે. અગાઉ એક IAS અધિકારીની બદલીના સમાચાર આવ્યા હતા. માહિતી મુજબ, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ સ્પેશિયલ ડિરેક્ટર (SIRD) તરીકે IAS બી.એચ. તલાટીની (B.H. Talati) બદલી કરાઈ હતી. જણાવી દઈએ કે, બી. એચ. તલાટી ક્લાઈન્ટ ચેન્જ વિભાગમાં અધિક સચિવ હતા.

અમરેલીમાં 85 નાયબ મામલતદારોની બદલીઓ

અમરેલીમાં (Amreli) પણ જિલ્લા કલેક્ટરે નાયબ મામલતદારોની બદલીઓ (Transfer) કરી હોવાની માહિતી છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) બાદ 85 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. ખાલી પડેલી જગ્યાઓ અને અન્ય જગ્યાએ નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અજય દહીયાએ આજે બદલીના ઓર્ડર કર્યા હતા.

 

આ પણ વાંચો - Anand : પોલીસની સરાહનીય કામગીરી, હાઇવે પર રાતે કારસવાર દંપતિ પર હુમલો કરનારા 2 MP થી ઝડપાયા

આ પણ વાંચો - K. Kailashnathan : વિશ્વાસુ, પરિશ્રમી અને વિઝનરી ઓફિસર તરીકે જાણીતા, PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ્સમાં ભજવી મહત્ત્વની ભૂમિકા

આ પણ વાંચો - Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 158 મું અંગદાન, 43 વર્ષીય યુવાનના અંગદાનથી ત્રણને નવજીવન

Tags :
AmreliB. H. TalatiClient Change Department.Deputy MamlatdarsDeputy Tax CommissionerFinance DepartmentGujarat FirstGujarati NewsIas OfficerJoint State Tax Commissionerstate finance department
Next Article