Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi in Gujarat : "ભારત જોડો ન્યાય યાત્રા"નો આજે અંતિમ દિવસ, રાહુલ ગાંધી, જયરામ રમેશની પ્રેસ કોન્ફરન્સ, વાંચો શું કહ્યું?

ગુજરાતમાં (Gujarat) રાહુલ ગાંધીની (Rahul Gandhi) "ભારત જોડો ન્યાય યાત્રા" નો આજે અંતિમ દિવસ છે. ત્યારે રાહુલ ગાંધીએ મીડિયા સાથે (Rahul Gandhi in Gujarat) મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વસ્તુ શીખવા મળી છે. ગુજરાતી...
rahul gandhi in gujarat    ભારત જોડો ન્યાય યાત્રા નો આજે અંતિમ દિવસ  રાહુલ ગાંધી  જયરામ રમેશની પ્રેસ કોન્ફરન્સ  વાંચો શું કહ્યું

ગુજરાતમાં (Gujarat) રાહુલ ગાંધીની (Rahul Gandhi) "ભારત જોડો ન્યાય યાત્રા" નો આજે અંતિમ દિવસ છે. ત્યારે રાહુલ ગાંધીએ મીડિયા સાથે (Rahul Gandhi in Gujarat) મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વસ્તુ શીખવા મળી છે. ગુજરાતી જમવાનુ ખૂબ સારૂં છે. આગામી સમયમાં હજૂ પણ ગુજરાત આવીશ. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી અને જયરામ રમેશે પણ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જો કે, બીજી તરફ, દાહોદ જિલ્લામાં કોંગ્રેસમાં (Congress) ભડકો જોવા મળ્યો છે. વધુ એક કોંગ્રેસ નેતા ભાજપમાં જોડાયા હોવાના અહેવાલ છે.

Advertisement

ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વસ્તુ શીખવા મળી : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ તેમની "ભારત જોડો ન્યાય યાત્રા" (Bharat Jodo Nyaya Yatra) પર છે. ગુજરાતમાં તેમની આ યાત્રાનો આજે ચોથો અને છેલ્લો દિવસ છે. આજે રાહુલ ગાંધીએ માંડવીથી બારડોલીના (Bardoli) સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમની યાત્રામાં કેટલાક લોકોએ 'જય શ્રીરામ' ના નારા લાગ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ 'રાહુલ ગાંધી ઝીંદાબાદ'ના નારા લગાવ્યા હતા. આથી ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, ગુજરાતમાં "ભારત જોડો ન્યાય યાત્રા" નો આજે અંતિમ દિવસ હોવાથી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના જિગ્નેશ મેવાણી અને જયરામ રમેશે પત્રકારો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ મીડિયાને (Rahul Gandhi in Gujarat) જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવીને ઘણું શીખવા મળ્યું છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક વસ્તુ શીખવા મળી છે. અહીંનું જમવાનું ખૂબ જ સરસ છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આગામી સમયમાં તેઓ ફરી એકવાર ગુજરાત આવશે.

Advertisement

જિગ્નેશ મેવાણીના BJP પર પ્રહાર

કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) મીડિયાને જણાવ્યું હતું કે, હું ભારત જોડો યાત્રાને એક નાગરિક રીતે જોઉં છું. દુનિયાના કોઈ પણ વ્યક્તિએ 4 હજાર કિલોમીટર સુધીની યાત્રા કરી નથી. જિગ્નેશ મેવાણીએ આગળ કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સફળ થયા બાદ ન્યાય યાત્રા સ્વરૂપે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. આ યાત્રા દરમિયાન લોકોએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, ગુજરાતમાંથી વિસ્થાપન ઘટાડો. આ સાથે જિગ્નેશ મેવાણીએ બીજેપી (BJP) પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે, ભાજપ ધર્મની રાજનીતિ કરીને ભાગલાં પાડી રહ્યો છે.

કોંગ્રેસ વરિષ્ઠ નેતા જયરામ રમેશ

Advertisement

ભરૂચ બેઠક હંમેશા અહેમદ પટેલના નામ સાથે જોડાયેલી છે : જયરામ રમેશ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ( Jairam Ramesh) મીડિયાને જણાવ્યું હતું કે, આજે રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' ગુજરાતમાં પૂર્ણ થઈ છે. હવે તેઓ દિલ્હી જવા રવાના થશે અને 2 દિવસ બાદ મહારાષ્ટ્રથી ફરી ન્યાય યાત્રાની શરૂઆત કરશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં આદિવાસી સંમેલન સાથે યાત્રાની શરૂઆત થશે. ભરૂચ લોકસભા બેઠકને લઈને જયરામ રમેશે કહ્યું કે, આ વાસ્તવિકતા છે કે અમે ભરૂચ બેઠક પરથી નથી લડી રહ્યા. પરંતું, ભરૂચ બેઠક હંમેશા અહેમદ પટેલના (Ahmed Patel) નામ સાથે જોડાયેલી છે અને રહેશે. આ વાત અલગ છે કે અમે 40 વર્ષથી ભરૂચ બેઠક નથી જીતી શક્યા. પરંતુ, એ વાતનું દુ:ખ અમને બધાને છે કે કોંગ્રેસ ભરૂચ બેઠક પરથી નથી લડી રહી. તેમણે આગળ કહ્યું કે, જ્યારે આપણે ગઠબંધનમાં હોઈએ છીએ તો ક્યારે કંઈક આપવું પડે છે અને ક્યારે કંઇક લેવું પણ પડે છે. જયરામ રમેશે કહ્યું કે, મુમતાઝ (Mumtaz Patel) અને ફૈઝલમાં નારાજગી હશે પણ અમારી સામે નથી આવી. મુમતાઝ અને ફેઝલ કોંગ્રેસમાં જ છે અને રહેશે.

દાહોદ જિલ્લા કોંગ્રેસમાં ભડકો

રાહુલ ગાંધીની "ભારત જોડો ન્યાય યાત્રા" ના અંતિમ દિવસે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. દાહોદ (Dahod) જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો હોવાના અહેવાલ છે. ધાનપુર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ દીપસિંહભાઈ ભુરિયા સહિત 400 થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો કર્યો છે. રાજય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના મત વિસ્તારના કોંગ્રેસના 400 થી વધુ કોંગ્રેસ (Congress) અને આપના (AAP) દિગ્ગજ નેતા અને કાર્યકર્તા ભાજપમાં જોડાયા હોવાની માહિતી છે.

આ પણ વાંચો - BJP leader Death : સુરતમાં સસ્પેન્ડેડ ASI એ છાતી અને પેટમાં મુક્કો મારતા BJP નેતાનું મોત!

આ પણ વાંચો - Brijendra Singh : હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, હિસારના સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટી છોડી…

આ પણ વાંચો - Nadabet ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ, અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળશે

Tags :
Advertisement

.