Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અહેમદ પટેલના પુત્ર એ કહ્યું, કોંગ્રેસ માટે કામ નહીં કરું, મારા પિતાના પગલે ચાલવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને ના પાડી દેવામાં આવી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી તેમજ ગાંધી પરિવાર સાથે હંમેશ માટે છેડો ફાડી નાખ્યો છે.
અહેમદ પટેલના પુત્ર એ કહ્યું  કોંગ્રેસ માટે કામ નહીં કરું  મારા પિતાના પગલે ચાલવાનો પ્રયત્ન કર્યો પરંતુ મને ના પાડી દેવામાં આવી
Advertisement
  • અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કોંગ્રેસ પાર્ટી છોડી
  • ગાંધી પરિવાર સાથે હંમેશ માટે છેડો ફાડ્યો
  • ફૈઝલ પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી તેમજ ગાંધી પરિવાર સાથે હંમેશ માટે છેડો ફાડી નાખ્યો છે.

Advertisement

ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા,  કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી એવું સુત્રોમાં ચર્ચાઈ રહ્યું હતું, હવે આ વાત પર ફૈઝલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખીને ફૈઝલે આ જાહેરાત કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું કે,

Advertisement

“ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.”

Advertisement

શું ફૈઝલ પટેલ ભાજપમાં જોડાશે

કોંગ્રેસ સાથે ફૈઝલ પટેલે છેડો ફાડ્યા બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઇ છે કે શું  ફૈઝલ પટેલ ભાજપમાં જોડાશે? કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. સી.આર.પાટીલ સાથેની મુલાકાતના ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કર્યા હતા.

આ પણ વાંચો: દલાઈ લામા અને સંબિત પાત્રાની સુરક્ષામાં વધારો, કેન્દ્ર સરકારે Z કેટેગરીની સુરક્ષા આપી

Tags :
Advertisement

.

×