Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarayana-2024 : આજે અમિત શાહ અમદાવાદમાં આ જગ્યાઓ પર ઉડાડશે પતંગ, જાણો કાર્યક્રમોની વિગત

આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો ઉત્તરાયણનો (Uttarayan-2024) તહેવાર ઊજવી રહ્યા છે. ત્યારે નેતાઓમાં પણ ઉત્તરાયણને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન, તેઓ આજે અમદાવાદમાં આયોજીત...
uttarayana 2024    આજે અમિત શાહ અમદાવાદમાં આ જગ્યાઓ પર ઉડાડશે પતંગ  જાણો કાર્યક્રમોની વિગત

આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો ઉત્તરાયણનો (Uttarayan-2024) તહેવાર ઊજવી રહ્યા છે. ત્યારે નેતાઓમાં પણ ઉત્તરાયણને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. દરમિયાન, તેઓ આજે અમદાવાદમાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. બીજી તરફ અમદાવાદના ઢાળની પોળમાં કોંગ્રેસ (Congress) નેતાઓ અને કાર્યકરો પણ મકરસંક્રાંતિની ઉજવણી કરશે.

Advertisement

સૌજન્ય- Google

અમિત શાહ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તરાયણના તહેવાર (Uttarayana-2024) નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરમાં દર્શન કરશે અને ત્યાર બાદ વેજલપુર સ્વાતિ 2 એપાર્ટમેન્ટમાં પતંગ મહોત્સવમાં હાજરી આપશે. ત્યાર પછી ગાંધીનગર વૈદેહી-3 રેસિડેન્સીમાં યોજાનારા પતંગ મહોત્સવમાં હાજર રહેશે. જ્યારે સાંજે 4.30 કલાકે સાબરમતી વિધાનસભામાં પ્રમુખનગર સોસાયટીમાં પતંગ મહોત્સવમાં (Kite Festival) ઉપસ્થિત રહેશે. ત્યાર પછી સાંજે 5.30 કલાકે પ્રમુખનગર સોસાયટીમાં લોકો સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) 15 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે. અમિત શાહ દિયોદરમાં બનાસડેરીના સણાદર પ્લાન વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરશે.

Advertisement

કોંગેસના નેતાઓ પણ કરશે ઉજવણી

બીજી તરફ કોંગેસના નેતાઓ પણ આજે મકરસંક્રાંતિની (Uttarayan-2024) ઉજવણી કરતા જોવા મળશે. માહિતી અનુસાર, અમદાવાદના ઢાળની પોળમાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો મકરસંક્રાંતિની ઉજવણી કરશે. કોંગી નેતા અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિત આગેવાનો ઉત્તરાયણની ઉજવણી કરશે.

Advertisement

આ પણ વાંચો - Uttarayana-2024 : ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે? હવામાન વિભાગે કરી આ આગાહી!

Tags :
Advertisement

.