ભરૂચ જિલ્લાના દરિયાકાંઠે ભારે પવન સાથે દરિયાઈ મોજા ઉછળતા વાવાઝોડાની અસર જોવા મળી
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના સંકટ સામે તંત્ર એલર્ટ છે ત્યારે ભરૂચ જિલ્લાના નદી અને દરિયાના સંગમ સ્થળ સહિત દરિયાકાંઠે પણ પૂર ઝડપે પવન સાથે દરિયાના ઉછળતા મોજાની અસર જોવા મળી હતી જેના કારણે લોકોને સાવચેત રહેવા સહિત તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, જે બાદ દરિયા અને નદીના ઘાટ ઉપર બોટો લંગારી દેવાઈ છે
બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર સતત એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે અને અધિકારીઓને પણ હેડ ક્વાર્ટર ન છોડવાનું સૂચન કરાયું છે. ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠાના 44 થી વધુ ગામના લોકોને સાવચેત રહેવા સાથે એલર્ટ કરાયા છે. ભરૂચ જિલ્લાના ભાડભૂત કે જ્યાં માછીમારોનો વ્યવસાય મોટો રહ્યો છે જેને લઇ નદી અને દરિયાનું સંગમ સ્થળ હોવાના કારણે મીઠા પાણી અને દરિયાના ખાડા પાણીમાં ઉત્પાદન થતી હિંસા માછલી નું પ્રમાણ વધુ હોય છે પરંતુ વાવાઝોડાને લઈ માછીમારોને પણ દરિયો ન ખેડવાનું સૂચન આપતા તેમજ વાવાઝોડાની અસર સવારથી જોવા મળતા પૂર ઝડપે પવન અને દરિયામાં મોજા ઉછળતા જોવા મળતા વાવાઝોડાની અસર ધીરે ધીરે જોવા મળી રહી છે
વાવાઝોડાને લઈ દરિયા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે સાથે દહેજ પંથકના ઔદ્યોગિક એકમોને પણ સાવચેત રહેવા સાથે એલર્ટ કરાયા છે વાવાઝોડાને લઇ ભરૂચ એસ.ડી.એમ યુ.એન જાડેજા વાગરા મામલતદાર વિધુ ખેતાન સહિત દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ સેક્રેટરી બલદેવ આહીર સહિત ના અધિકારીઓએ પણ વાવાઝોડાને લઈ મહત્વની બેઠક યોજાઈ આયોજન ની તૈયારી કરી લીધી છે અને અધિકારીઓ તથા તંત્રએ પણ દરિયાકાંઠે આવેલા ગામના ગ્રામજનો અને સરપંચોને પણ સાવચેત રહેવા અને દરિયાકાંઠે અવરજવર ન કરવા માટેનું સૂચન આપ્યું છે સાથે જ ભરૂચ જિલ્લાના વાગરા દહેજ ભાડભૂત હાંસોટ સહિતના અનેક દરિયા કાંઠાઓ ઉપર પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે
અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે મંગળવારની સવારથી જ નદી અને દરિયા કાંઠે વાવાઝોડાની અસર વર્તાઈ રહી હતી જેમાં ભારે પવન સાથે નદી અને દરિયામાં મોજા સામાન્ય ઉછળતા જોવા મળ્યા હતા જેના કારણે વાવાઝોડાની આગાહી વચ્ચે તંત્ર પણ કામે લાગ્યું છે અને ખાસ કરી નદી અને દરિયા કાંઠા ઉપર લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવા સાથે સાવચેત રહેવા અને અધિકારીઓને પણ પોતાના હેડ ક્વાર્ટર ન છોડવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે