Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપોરજોયની અસર, કચ્છના અબડાસા તાલુકાના 168 ગામોમાં અંધારપટ

બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યો છે. આખરે છેલ્લા ઘણાં દિવસોથી દરિયામાં જેની ઘાત હતી તે આખરે ગુજરાતના દરિયાકિનારે ટકરાયું છે. જેની સાથે જ જખૌના દરિયાકિનારે ભારે પવન ફુંકાવવાની શરૂઆત થઈ છે. આ સાથે જ પવનની ઝડપ પણ...
બિપોરજોયની અસર  કચ્છના અબડાસા તાલુકાના 168 ગામોમાં અંધારપટ

બિપોરજોય વાવાઝોડાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યો છે. આખરે છેલ્લા ઘણાં દિવસોથી દરિયામાં જેની ઘાત હતી તે આખરે ગુજરાતના દરિયાકિનારે ટકરાયું છે. જેની સાથે જ જખૌના દરિયાકિનારે ભારે પવન ફુંકાવવાની શરૂઆત થઈ છે. આ સાથે જ પવનની ઝડપ પણ 100 કિમી પ્રતિકલાકની થઈ છે.

Advertisement

આ વચ્ચે બિપોરજોયના કારણે કચ્છના અબડાસા તાલુકાના 168 ગામોમાં અંધારપટ જોવા મળ્યો છે. તેમજ કચ્છના ઘણાં ગામોમાં અંધારપટ થયો છે. વાવાઝોડા સમયે વીજ પુરવઠો ખોરવાયો છે. હાલ વહીવટી કચેરીમાં લાઈટ ચાલુ રાખવા માટે જનરેટરની મદદથી સતત પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહ્યું છે.

રાત્રે 8 વાગ્યા સુધીની અપડેટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 6.30 વાગ્યા આસપાસ ગુજરાતમાં વાવાઝોડું લેન્ડફોલ શરૂ થયું હતું. જેમાં 12 km ની ઝડપે વાવાઝોડુંઆગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટથી 40 કિમી દૂર છે. તો કચ્છના નલિયાથી 60 કિમી દૂર છે તો દ્વારકાથી 110 કિમી દૂર છે. જ્યારે હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે વધીને 140 ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે.બિપોરજોયનો ઘેરાવો કચ્છ - સૌરાષ્ટ્રના માથે શરૂ થયો છે. જેની સાથે જ આગામી 6 થી 7 કલાક લેન્ડફોલની અસર રહેશે. જેની સાથે જ આગામી 6થી 7 કલાક ગુજરાત માટે અતિભારે છે.જેની અસર જોવા મળી શકે છે.

Advertisement

વેરી સિવયર સાયકલોન તરીકે આગળ વધ્યું છે

IMD એ જણાવ્યું કે, વેરી સિવયર સાયકલોન તરીકે આગળ વધ્યું છે. ઉત્તર પૂર્વ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતની અંદર તેનો પ્રવેશ થઈ રહ્યો છે. લેન્ડફોલ પ્રોસેસ શરૂ થઈ છે જે મધ્ય રાત્રિ સુધી પૂર્ણ થશે. તેની આંખની સાઈઝ જ 50 કિમી જેટલી છે. ગુજરાતના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડું ટકરાયું છે. સાથે જ 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ પવન રહ્યો છે.

Advertisement

મોડી રાત સુધી લેન્ડફોલ થશે

આ ઉપરાંત IMD એ અત્યારથી શરૂ કરી મોડી રાત સુધી લેન્ડફોલ થશે. બિપોરજોયની આંખનો વ્યાપ 50 કિમીનો છે. 12 કિમીની ઝડપે આગળ વાવાઝોડું વધી રહ્યું છે. મધરાત્રિ સુધીનો સમય ગુજરાત માટે અતિભારે છે. ખુબ જ ભયાનક વાવાઝોડું ટકરાયું છે. હવે ખતરનાક સમય શરૂ થઈ ગયો છે.

અતિભારે વરસાદ આગામી 4 કલાકમાં લેન્ડક્રોસ થઈ શકે છે

તેમજ હવે ભયાનક પવન ફુંકાશે, અતિભારે વરસાદ આગામી 4 કલાકમાં લેન્ડક્રોસ થઈ શકે છે. હજુ પવનની ગતિ ખૂબ જ વધશે. જેની સાથે જ મોડી રાત સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. જખૌ પાસે વાવાઝોડાની આંખ પસાર થશે. આગામી 5 કલાક વાવાઝોડાની કચ્છમાં અસર રહેશે. જેમાં ભયાનક પવન અને વરસાદ રહેશે. ચક્રવાત 2 થી 2.5 કલાકમાં તેની પૂર્ણ ગતિએ પહોંચશે.

રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ શરૂ થયો

આ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ શરૂ થયો છે. જેમાં કચ્છથી લઈ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સુધી તમામ સ્થાનો પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ દ્વારકા, પોરબંદર, મોરબીમાં બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસર દેખાવાની શરૂઆત થઈ છે.અત્યાર સુધીમાં માંડવી અને કરાચી વચ્ચે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વાવાઝોડાની અસરથી 131 તાલુકામાં વરસાદ પડશે. રાત્રિના બાર વાગ્યા સુધી લેન્ડફોલ ની પ્રક્રિયા ચાલુ રહેશે.

આપણ  વાંચો -અમદાવાદના DEO દ્વારા મહત્વનો નિર્ણય, શુક્રવારે AHMEDABAD માં શાળાઓ રહેશે બંધ

Tags :
Advertisement

.