Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : મહેસાણા લોકસભા બેઠક માટે આ બે નામો પર ચર્ચા વેગવંતી, BJP ની બીજી યાદીમાં થશે જાહેરાત!

દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) થવાની છે. લોકશાહીના આ પર્વને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ (BJP) લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે....
mehsana   મહેસાણા લોકસભા બેઠક માટે આ બે નામો પર ચર્ચા વેગવંતી  bjp ની બીજી યાદીમાં થશે જાહેરાત

દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) થવાની છે. લોકશાહીના આ પર્વને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ (BJP) લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 15 ઉમેદવાર ગુજરાતના (Gujarat) છે. જો કે, આ યાદીમાં મહેસાણા લોકસભા બેઠક (Mehsana Lok Sabha Seat) માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નહોતી. આ બેઠક માટે પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે (Nitin Patel) ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ, બીજેપી તેની બીજી યાદી જાહેર કરે તે પહેલા જ ભૂતપૂર્વ ડે. સીએમ નીતિન પટેલે (Former Dy. CM Nitin Patel) ઉમેદવારી પાછી ખેંચીને રાજકીય હલચલ વધારી દીધી છે. જો કે, હવે મહેસાણા લોકસભા બેઠકની (Mehsana Lok Sabha Seat) ટિકિટથી કોનું ભાગ્ય ચમકશે તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

Advertisement

આ બે નામો પર ચર્ચા

બીજેપી દ્વારા લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર થાય તે પહેલા ગઈકાલે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક એવા નીતિન પટેલે (Nitin Patel) મહેસાણા બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચીને સૌ કોઈને ચોંકાવ્યા હતા. નીતિન પટેલે સોશિયલ મીડિયા થકી આ અંગે માહિતી આપી હતી. ત્યારે હવે બીજેપી હાઈકમાન્ડ દ્વારા મહેસાણા બેઠક પર ઉમેદવાર તરીકે કોની પસંદગી કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. ત્યારે પ્રાપ્ત અહેવાલ અનુસાર, મહેસાણા (Mehsana) બેઠક પર વલ્લભ પટેલ (Vallabh Patel) ઉર્ફે સરદાર પટેલ અને એમ.એસ.પટેલને (MS Patel) ટિકિટ મળી શકે છે.

Advertisement

BJP ની બીજી યાદીમાં નામની થશે જાહેરાત

માહિતી મુજબ, વલ્લભ પટેલ કડી સર્વ વિદ્યાલય શૈક્ષણિક સંકુલના સંચાલક છે. વલ્લભ પટેલને (Vallabh Patel) નીતિન પટેલના નજીકના માનવામાં આવે છે. ત્યારે વલ્લભ પટેલના નામ પર મહોર લાગતા નીતિન પટેલે પીછેહટ કરી હોવાની ચર્ચા છે. સાથે જ એવું પણ કહેવાઈ રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડથી સૂચના મળી હોવાથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે. મહેસાણા બેઠક પર વલ્લભ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને નિવૃત્ત IAS એવા ઊંઝાના (Unjha) એમ.એસ.પટેલનું પણ નામ ચર્ચામાં છે. જો કે, મહેસાણા બેઠક પર કોને ઉમેદવાર બનાવાશે તે અંગેની સત્તાવાર જાહેરાત બીજેપીની બીજી યાદીમાં થશે. પરંતુ, આ પહેલા મહેસાણા લોકસભા બેઠકને લઈ ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.

Advertisement

આ પણ વાંચો - Nitin Patel : BJP ની બીજી યાદી જાહેર થાય તે પહેલા નીતિન પટેલે ઉમેદવારી પાછી ખેંચી

Tags :
Advertisement

.