Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tapi : કોંગ્રેસ છોડી જનારા નેતાઓ પર MLA ડૉ. તુષાર ચૌધરીનો કટાક્ષ! કહ્યું - શ્રીરામ માટે BJPમાં જવાની શું જરૂર છે..?

તાપી (Tapi) જિલ્લા ખાતે કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ (MLA Dr. Tushar Chaudhary) રાજ્યમાં કોંગ્રેસ છોડી જનાર નેતાઓ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને નિશાન સાધતા કહ્યુ હતું કે,...
tapi   કોંગ્રેસ છોડી જનારા નેતાઓ પર mla ડૉ  તુષાર ચૌધરીનો કટાક્ષ  કહ્યું   શ્રીરામ માટે bjpમાં જવાની શું જરૂર છે

તાપી (Tapi) જિલ્લા ખાતે કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ (MLA Dr. Tushar Chaudhary) રાજ્યમાં કોંગ્રેસ છોડી જનાર નેતાઓ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને નિશાન સાધતા કહ્યુ હતું કે, તમને ભગવાન રામ પ્રત્યે આસ્થા હોય તો અયોધ્યા (Ayodhya) જાઓ. ભગવાન શ્રી રામ માટે ભાજપમાં (BJP) જવાની શું જરૂર છે? તમારા અંગત સ્વાર્થ માટે તમે ભાજપમાં જાઓ છો.

Advertisement

તાપી (Tapi) જિલ્લાના વ્યારા (Vyara) તાલુકા ખાતે કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ છોડી જતા નેતાઓ પર કોંગ્રેસના ધારાસભ્ય ડૉ તુષાર ચૌધરીએ (MLA Dr. Tushar Chaudhary) પ્રતિક્રિયા આપીને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રામ મંદિર વિષય પર કોંગ્રેસનો વિરોધ નથી. એ લોકો મંદિર જઈને દર્શન કરી શકે છે, પરંતુ એ લોકો પોતાના રાજકીય ભવિષ્યનાં લોભ-લાલચ માટે ભાજપમાં (BJP) જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, ભગવાન રામ માટે આસ્થા હોઈ તો અયોઘ્યા (Ayodhya) ખાતે દર્શન કરવા જઈ આવો, ભાજપમાં જવાની ક્યાં જરૂર છે?

Advertisement

MLA ડૉ. તુષાર ચૌધરીની પ્રેસ કોન્ફરન્સ

અર્જુન મોઢવાડિયા, અમરિશ ડેર સહિતના નેતાઓનું રાજીનામું

ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ આગળ કહ્યું કે, કોંગ્રેસ છોડી જનારા લોકો તેમના ધંધા-રોજગાર અને આર્થિક લાભ તેમ જ મંત્રીપદની લાલચે કોંગ્રેસ છોડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections) પહેલા ગુજરાત કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia), અમરિશ ડેર (Amrish Der) સહિતના કેટલાક નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝાટકા લાગી રહ્યા છે. પાર્ટીના કેટલાક નેતાઓના પક્ષપલટાથી પક્ષને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Breaking News : કોંગ્રેસના વધુ એક નેતા છેડો ફાડે તેવા અણસાર

આ પણ વાંચો - આધુનિક સુવિધાઓથી સજ્જ 101 બસોનું ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi એ કર્યું લોકાર્પણ

આ પણ વાંચો - Panchmahal Congress: રાજ્યમાં કોંગી નેતાઓ પૂરઝપાટે ભાજપમાં જોડાઈ રહ્યા, કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો

Tags :
Advertisement

.