Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : આજનો દિવસ ગુજરાતના મધ્યમ વર્ગ માટે દિવાળીના તહેવારથી ઓછો નથી : હર્ષ સંઘવી

સુરતમાં (Surat) આજે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' (Viksit Bharat Viksit Gujarat) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, સાચા અર્થમાં આજનો કાર્યક્રમ એક વિશિષ્ટ કાર્યક્રમ છે....
surat   આજનો દિવસ ગુજરાતના મધ્યમ વર્ગ માટે દિવાળીના તહેવારથી ઓછો નથી   હર્ષ સંઘવી

સુરતમાં (Surat) આજે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' (Viksit Bharat Viksit Gujarat) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, સાચા અર્થમાં આજનો કાર્યક્રમ એક વિશિષ્ટ કાર્યક્રમ છે. કારણ કે, આઝાદીના સમયથી જે લોકો સપના જોઈ રહ્યા હતા કે તેમને યોગ્ય લાભ મળશે. યોગ્ય પ્રગૃતિ કરવાની તક મળશે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં તેમના આ સપનાં પૂર્ણ થવા જઈ રહ્યા છે.

Advertisement

કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિકાસ થયો : હર્ષ સંઘવી

સુરતમાં (Surat) આજે મજૂરા વિસ્તારમાં 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' (Viksit Bharat Viksit Gujarat) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) લોકોને સંબોધિત કર્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, જે લોકો આઝાદીના સમયથી સપનું જોઈ રહ્યા છે કે તેમને યોગ્ય લાભ, સુવિધા અને પ્રગૃતિ કરવાની તક મળે. પરંતુ, વર્ષો સુધી સખત મહેતન કરવા છતાં, કરકસર કરવા છતાં તેમના સપનાં અધૂરાં હતા. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં તેમના આ સપનાં પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, વર્ષ 2014 માં દેશમાં મોદી સરકાર આવી. મોદી સરકાર આવવાની સાથે દરેક વર્ગ માટે કંઈકને કંઈક ભેટ આપવામાં આવી. તેમણે કહ્યું કે, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોઈ એવો વિસ્તાર નહીં હોય જ્યાં વિકાસની કામગીરી ન થઈ હોય.

Advertisement

'1.31 લાખ પરિવારો વતી પીએમ મોદીજીનો આભાર'

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આગળ કહ્યું કે, વર્ષો વર્ષથી વૃદ્ધ માતાઓ કે જેમણે સપનું જોયું હતું કે આઝાદી મળી તો તેઓ પણ તેમના પરિવાર સાથે ઝુંપડાં, રોડ અને કાચા મકાનમાંથી પાકાં મકાનમાં જશે. પરંતુ, આઝાદીના 65 વર્ષ સુધી તેમનું સપનું અધૂરું જ રહ્યું. આઝાદીના 65 વર્ષ પછી દેશને એક એવા વડાપ્રધાન મળ્યા જેમણે આ ગરીબોની ચિંતા કરી અને ગરીબોને તેમના 'સપનાના ઘર' એવા પાકાં મકાન સુધી પહોંચાડવાની કામગીરી કરી. હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, આજનો દિવસ ગુજરાતના મધ્યમ વર્ગ માટે દિવાળીના તહેવારથી ઓછો નથી. આજે ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારમાં, 26 લોકસભામાં 1.31 લાખ નવા મકાનોના પીએમ મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થવા જઈ રહ્યા છે. આથી 1.31 લાખ પરિવારોને આજે 'સપનાનું ઘર' મળવા જઈ રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, સુરત શહેરમાં 1922 પરિવારને નવા મકાન મળવા જઈ રહ્યા છે. આ પરિવારોને સપનાનું ઘર મળવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, હું આ 1.31 લાખ પરિવારો વતી પીએમ મોદીજીનો આભાર માનું છું.

Advertisement

આ પણ વાંચો - Rajkot : તરલ ભટ્ટ બાદ વધુ એક PI વિવાદમાં, રૂ. 40 લાખના તોડમાં રાતોરાત કરાઈ બદલી

Tags :
Advertisement

.