ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં, વોટિંગ મશીનનું ચેકિંગ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ મેદાને

અહેવાલ _ રાબિયા સાલેહ- સુરત   લોકસભા ચૂંટણી ની તૈયારીઓ શરૂ ગઈ છે,અત્યારથી જ સુરતમાં ઉચ્ચ અધિકારીઓની ટીમ મેદાને ઉતરી છે, વોટિંગ મશીન નું ફર્સ્ટ લેવલ નું ચેકિંગ થી લઈ અધિકારીઓને વિવિધ ટાસ્ક સોપવામાં આવ્યા છે,જેના માટે એડિશનલ ક્લેક્ટર, મામલતદાર,...
05:29 PM Oct 02, 2023 IST | Hiren Dave

અહેવાલ _ રાબિયા સાલેહ- સુરત

 

લોકસભા ચૂંટણી ની તૈયારીઓ શરૂ ગઈ છે,અત્યારથી જ સુરતમાં ઉચ્ચ અધિકારીઓની ટીમ મેદાને ઉતરી છે, વોટિંગ મશીન નું ફર્સ્ટ લેવલ નું ચેકિંગ થી લઈ અધિકારીઓને વિવિધ ટાસ્ક સોપવામાં આવ્યા છે,જેના માટે એડિશનલ ક્લેક્ટર, મામલતદાર, નાયબ મામલતદારની ફોજ કામે લાગી છે,

 

એપ્રિલ 2024  પછી લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે, હવે લોકસભા ચૂંટણીને છ થી આઠ મહિના જેટલો સમય બાકી છે જેથી અધિકારીઓની ટીમ મેદાને ઉતરાય છે. સૌપ્રથમ વોટિંગ મશીનનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ કરાશે.જે માટે ત્રીજી ઓક્ટોબરથી અધિકારીઓ EVM ને પેટી માંથી બહાર કાઢશે,૩ ઓકટોબર એટલે કે આવતી કાલ થી સમગ્ર ગુજરાતમાં વોટિંગ મશીનની ચકાસણી કરવાનો આરંભ કરાશે.જેના ભાગરૂપે મેદાનમાં ઉતરેલી આ ટીમ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારી માટે વોટિંગ મશીનો ને બહાર કાઢવામાં આવ્યા છે,સુરતના ૮૦૦૦ વોટિંગ મશીનની ચકાસણીનો આરંભ કરવામાં આવશે.વોટિંગ મશીન નું ફર્સ્ટ લેવલ ની ચકાસણી માટે સુરતના અલથાણ વિસ્તાર ની પસંદગી કરવામાં આવી છે.અલથાણ ના વેરહાઉસમાં વોટિંગ મશીન ની ચકાસણી થશે,જો કે સમગ્ર કામગીરી ૨૫ દિવસમાં પૂર્ણ કરવા આદેશ અપાયો છે.

 

સમગ્ર રાજ્યમાં વોટિંગ મશીનની ચકાસણી શરૂ કરાશે

અધિકારી ઓએ એક મહિના ના સમય ઘણા માં સુરતમાં રહેલી વોટિંગ મશીન ની કામગીરી પૂર્ણ કરવા નો ટાર્ગેટ રાખ્યો છે. આવતી કાલે એટલે કે ત્રીજી ઓક્ટોબર થી સમગ્ર રાજ્યમાં વોટિંગ મશીનની ચકાસણી શરૂ કરાશે,જેના ભાગરૂપે સુરત જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને વિવિધ કામગીરી ના ટાસક આપી દેવામાં આવ્યા છે આ અંગે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે સુરતમાં બે એડિશનલ કલેક્ટર, બે મામલતદાર, ૧૦ નાયબ મામલતદાર સહિતના કર્મીઓની ટીમ બનવામાં આવી છે સાથે જ તમામ ને વિવિધ કામગીરી સોંપી દેવામાં આવી છે ,જેથી હવે ત્રીજી એટલે આવતી કાલે મંગળવારથી અલથાણ સ્થિત વેરહાઉસમાં સુરતના 8000 વોટિંગ મશીન (BU-CU)ની ચકાસણી કરવામાં આવશે,આ તપાસ દરમિયાન ભેલ કંપનીના એન્જિનિયરોની હાજરી રહશે તમામ મશીનની ચકાસણી 25  દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

 

પ્રથમ તબક્કે 12  એન્જિનિયર હાજર રહેશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી સારા કંડિશનમાં હોય તેવા 8000  મશીનને અલથાણ સ્થિત વેરહાઉસ ખાતે અલગ મૂકી દેવામાં આવ્યા હતા. હવે ત્રીજી ઓક્ટોબરથી આ 8000 બી.યુસી.યુ અને વી.વી.પેટની ચકાસણી કરાશે.જેના માટે ભેલ કંપનીના 46  જેટલા એન્જિનિયરોની મદદ લેવાશે, EVM મશીન બનાવનારી ભેલ કંપનીના નિષ્ણાત એન્જિનિયરની નિગરાણીમાં જ તમામ EVMની ચકાસણી કરવા આદેશ અપાયો છે..સુરતના 8000  વોટિંગ મશીનની ચકાસણી માટે પ્રથમ તબક્કે ૧૨ એન્જિનિયર હાજર રહેશે. ત્યાર બાદ અન્ય જિલ્લાઓમી કામગીરી પૂર્ણ કરી ત્યાંના એન્જિનિયરો પણ સુરત આવશે, તેમજ તબક્કાવાર રીતે ૪૯ જેટલા એન્જિનિયર વોટિંગ મશીન કરશે.

સરકારી વિભાગોને તેમના કર્મઓનું લિસ્ટ મોકલવાની સૂચના અપાઈ 

એપ્રિલ 2024 બાદ હવે ગમે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે જેથી ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓની યાદી બનાવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે, દરેક સરકારી વિભાગોને તેમના કર્મઓનું લિસ્ટ મોકલી દેવા સૂચના અપાઇ છે.આ લિસ્ટ મુકળવા પાછળ નો હેતુ એ હતો કે માર્ચ 2024  પછી નિવૃત થતાં કર્મચારીઓ અથવા હાલ અવસાન પામેલા કર્મચારીઓ અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેનારા કર્મીઓના નામ માં કોઈ ભૂલ ના થાય અને લિસ્ટ માં માત્ર હયાત અને કામ કરતા કર્મીઓના જ નામ હોય ,જેથી લિસ્ટ ની કાળજી લેવા તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

 

આ  પણ વાંચો _SURAT : રાહુલ ગાંધીએ ભાજપની તુલના ગોડસેથી કરી, જવાબમાં હર્ષ સંઘવીએ ગાંધીબાપુના શબ્દોમાં સંભળાવ્યું

 

 

Tags :
Checkinggroundhigh-rankingLok Sabha ElectionsOfficialsSurat
Next Article