Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Patient Case: પ્રસૃતિ સમયે મહિલાના પેટમાં કપડું ભૂલી ગયા, પેટમાં દુ:ખાવો થતા 2 મહિને કઢાયું

Surat Patient Case: સુરત (Surat) માં રહેતાં શૈલેષ જશુ સોલંકીના લગ્ન જંબુસરની અમિષા સાથે થયાં હતાં. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતાં તે તેના પિયરે આવી હતી. તે દરમિયાનમાં 22 મી સપ્ટેમ્બર 2023 ના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં...
12:19 AM Feb 26, 2024 IST | Aviraj Bagda
At the time of pregnancy, the cloth was forgotten in the woman's abdomen, she was suffering from abdominal pain for 2 months

Surat Patient Case: સુરત (Surat) માં રહેતાં શૈલેષ જશુ સોલંકીના લગ્ન જંબુસરની અમિષા સાથે થયાં હતાં. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતાં તે તેના પિયરે આવી હતી.

તે દરમિયાનમાં 22 મી સપ્ટેમ્બર 2023 ના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પ્રસૃતિ માટે દાખલ કરી હતી. જ્યાં મહિલા તબીબ ડો. ચાર્મી આહીરે તેમની પત્નીનું સિઝેરીયન ઓપેરશન કર્યું હતું. જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફુલી જતાં તબીબે તેમને હેવી દવા આપી હતી.

પ્રસૃતિ દરમિયાન મહિલા તબીબ દર્દીના પેટમાં કપડું ભૂલી ગયા

તેમ છતાં તેમને સારું ન થતાં જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારૂ લાગતાં તેઓ સુરત તેમના ઘરે ગયાં હતાં. જોકે, તે બાદ પણ તેમને પેટમાં સતત દુ:ખાવો રહેતાં અન્ય તબીબ પાસે જતાં ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતાં તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું.

Surat Patient Case

જેથી તેમણે ડો. ચાર્મી આહીરનો સંપર્ક કરતાં તેમેણ તેમની ઓસ્પિટલમાં પુરતા સંસાધન ન હોઇ SSG માં જવા જણાવતાં તેઓ વડોદરા ગયાં હતાં. જોકે, વડોદરા SSG માં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતાં સુરત આવી તેમની પત્નીનું બે મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતાં 29 મી નવેમ્બરે 2023 ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું.

દર્દી દ્વારા તબીબ વિરુદ્ધા કાયદાકીય પગલા લેવામાં આવ્યા

સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડો. ચાર્મી આહીરની ગંભીર બેદરકારી જણાતાં તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત ડોક્ટરે દર્દીને દબાવવા માટે 50 લાખની લાલચ આપી હતી. પરંતુ પોલીસ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી ડોક્ટર સામે કાર્યવાહી શરૂ કરી છે.

દિનેશ મકવાણા

આ પણ વાંચો: Mahisagar : લુણાવાડાની જનરલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું 33 કરોડના ખર્ચે નિર્માણ, PM મોદીએ રાજકોટથી કર્યું ઈ-ઉદઘાટન

Tags :
BharuchdoctorGujaratGujaratFirstmistakepatientpoliceSuratSurat PatientSurat Patient Case
Next Article