Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : કિંમતી 'હીરા' ની ચોરીના કેસમાં એક રાજસ્થાનથી ઝડપાયો, મુખ્ય આરોપી હાલ પણ ફરાર

સુરતના (Surat) મહિધરપુરામાં કરોડો રૂપિયાના હીરાની ચોરીના કેસમાં એક ઈસમની પોલીસે ધરપકડ કરી છે. આરોપી દલપતભાઇ રામજીભાઇ પુરોહિતને પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પડ્યો છે. આરોપી પાસેથી પોલીસે રૂ. 4 કરોડ અને 55 લાખની કિંમતનો હીરો પણ જપ્ત કરી લીધો છે. જો...
surat   કિંમતી  હીરા  ની ચોરીના કેસમાં એક રાજસ્થાનથી ઝડપાયો  મુખ્ય આરોપી હાલ પણ ફરાર

સુરતના (Surat) મહિધરપુરામાં કરોડો રૂપિયાના હીરાની ચોરીના કેસમાં એક ઈસમની પોલીસે ધરપકડ કરી છે. આરોપી દલપતભાઇ રામજીભાઇ પુરોહિતને પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પડ્યો છે. આરોપી પાસેથી પોલીસે રૂ. 4 કરોડ અને 55 લાખની કિંમતનો હીરો પણ જપ્ત કરી લીધો છે. જો કે, આ કેસમાં મુખ્ય આરોપી સહિત 4 લોકો હાલ પણ ફરાર છે. દલપત પુરોહિતને હીરો સગેવગે કરવા માટે આપવામાં આવ્યો હતો.

Advertisement

મુખ્ય આરોપી હીરો લઈને ફરાર થયો

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં (Mahidharpura Police Station) વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીના આરોપ મુજબ, મુખ્ય આરોપી હિતેશ પુરોહિતે ફરિયાદ પાસે હીરો બતાવા માટે માંગ્યો હતો. દરમિયાન, આરોપી હિતેશ અસલી હીરાની સામે જૂનો અને નેચરલ હીરો મૂકી ફરાર થઇ ગયો હતો. જે બાબતે ફરિયાદીએ હિતેશને ફોન કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, 'હું હીરો બતાવીને આવું છું.' જો કે, આરોપી પરત ન આવતા ફરી ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને મોડે સુધી રાહ જોયા બાદ પણ આરોપી પરત આવ્યો નહતો.

હીરાની કિંમત છે 4 કરોડ 55 લાખ રૂપિયા

Advertisement

આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરાઈ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ફરિયાદીએ આરોપી હિતેશ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તપાસ કરતા પોલીસે હીરો (Diamond) જેને સગેવગે કરવા માટે આપ્યો હતો તેવા દલપત પુરોહિતની રાજસ્થાનમાંથી (Rajasthan) ધરપકડ કરી છે. આરોપી દલપત પાસેથી પોલીસે D કલરનો Vvs2 પ્યોરિટીનો 10.08 કેરેટનો હીરો પણ જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે રૂ. 4 કરોડ અને 55 લાખ જેટલી થાય છે. જો કે, આ ઘટનાના મુખ્ય આરોપી હિતેશ સહિત હજુ 4 લોકોની ધરપકડ બાકી છે. તેમ સુરત (Surat) શહેર ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ (DCP Bhagirath Singh Gadhvi) જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - DRUGS BUST : ગીર સોમનાથ દરિયાકાંઠેથી 72,70,000 ની કિંમતનો ગેરકાયદેસર ચરસનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો - SURAT : દારૂનો ધંધો કરતા નરાધમે 5 વર્ષની બાળકી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

આ પણ વાંચો - KUTCH : CID ક્રાઇમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો કોર્ટમાં ચોંકાવનારો દાવો!

Tags :
Advertisement

.