દિલ્હીથી ફ્લાઇટ પકડી ચોરી કરવા સુરત આવતી ગેંગ પકડાઇ
મહિધરપુરા પોલીસે VIP ચોરોની ધરપકડ કરીદિલ્લીથી પ્લેનમાં સુરત આવી ચોરી કરતી ગેંગ ઝડપાઇપોલીસે નેપાળી ગેંગની ધરપકડ કરીમહિધરપુરા પોલીસની સતકર્તાથી આંતર રાજ્ય ધરફોડ ગેંગ ઝડપાઇગોતાલાવાડી વિસ્તારમાં ચોરી કરતી વખતે પોલીસે જીવ ન જોખમે ગેંગના ચાર ઈસમોને ઝડપી પાડ્યાપોલીસને જોઈ મુખ્ય આરોપી સહીત બે થયા ફરાર.આ નેપાળી ગેંગ દ્વારા અલગ અલગ રાજ્યોમાં 50થી વધુ ચોરીની ઘટનાને અંજામ આપ્યો સુરત (Su
- મહિધરપુરા પોલીસે VIP ચોરોની ધરપકડ કરી
- દિલ્લીથી પ્લેનમાં સુરત આવી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
- પોલીસે નેપાળી ગેંગની ધરપકડ કરી
- મહિધરપુરા પોલીસની સતકર્તાથી આંતર રાજ્ય ધરફોડ ગેંગ ઝડપાઇ
- ગોતાલાવાડી વિસ્તારમાં ચોરી કરતી વખતે પોલીસે જીવ ન જોખમે ગેંગના ચાર ઈસમોને ઝડપી પાડ્યા
- પોલીસને જોઈ મુખ્ય આરોપી સહીત બે થયા ફરાર.
- આ નેપાળી ગેંગ દ્વારા અલગ અલગ રાજ્યોમાં 50થી વધુ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
સુરત (Surat) શહેરની મહિધરપુરા પોલીસ (Mahidharpura police)ને આંતરરાષ્ટ્રીય ચોર ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે. સુરત ના વિવિધ વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય ગેંગ ચોરી કરતી હતી ત્યારે મહિધરપુરા પોલીસને જવેલર્સ પાસે થી મળેલી માહિતીના આધારે પોલીસે ગેંગને ઝડપી પાડી હતી. નેપાળી ગેંગ પાસેથી મહિધરપુરા પોલીસે ગેસ કટર સાથે બીજા કેટલાક હથિયારો કબજે કરી ચાર આરોપીઓને જેલ ભેગા કર્યા છે. તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આ ગેંગ દિલ્હીથી પ્લેનમાં સુરત આવી ચોરી કરતી હતી.
પ્લેનમાં ચોરી કરવા આવતા
ગોટાલાવાડીના જ્વેલર્સમાં ૫.૮૦ લાખના ગોલ્ડની ચોરીમાં મહિધરપુરા પોલીસે નેપાળી ગેંગ એટલે કે એરોપ્લેનમાં સુરત આવતી વીઆઈપી ચોર ગેંગના ચાર સાગરીતોને પકડી પાડ્યા હતા. આ નેપાળી ગેંગના સભ્યો ચોરી કરવા માટે પ્લેનમાં આવતા હતા. પોલીસની તપાસમાં ચોરીમાં સિક્યોરિટી ગાર્ડ ગોપાલ મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે. ગોપાલ તથા અન્ય ચારેક આરોપી ગોલ્ડ લઇ ભાગી છૂટ્યા હતા.
ગોટાલાવાડીમાં ચોરી કરી
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વરાછામાં રામકૃષ્ણ સોસાયટી ખાતે રહેતા દિવ્યેશ રમેશભાઇ માવાણી ગોટાલાવાડી ખાતે ધરમ એમ્પાયરમાં વારા જ્વેલ્સના નામનું સોનાનાં ઘરેણાં બનાવવાનું કામ કરે છે. ગત તા. ૧૦મી ની રાત્રિ દરમિયાન તેમના કારખાનામાં ચોરી થઇ હતી. તસ્કરોએ કારખાનાની ઓફિસમાં ટેબલની નીચે રાખેલા સેફ ખોલી તેમાં મૂકેલો ૧૮ કેરેટનો પિંક ગોલ્ડનો ૬૧.૯૩ ગ્રામ વજનનો ટુકડો તથા ૧૮ કેરેટનો ૮૨.૫૭ ગ્રામનો યલ્લો ગોલ્ડનો ટુકડો ચોરી લીધો હતો. રૂ. ૫.૮૦ લાખનું સોનું ચોરી તેઓ ભાગી ગયા હતા.
પોલીસની સતર્કતાથી ચોર પકડાયા
મહિધરપુરા પોલીસે પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ચોરીનો ભેદ ગણતરી ના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો. પોલીસે નેપાળી ગેંગના ગણેશ ભીમસિંગ સારકી, રાજેશ મૃગેશ શેટ્ટી, દિલબહાદુર રઇટા હવજી અને કરણ પ્રેમસિંગ વિશ્વકર્માને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી સેન્ટ્રો કાર, લોખંડની ૨ કોશ, ગેસ કટિંગ પાઇપ, ગેસના બાટલા પર લગાવવાનું રેગ્યુલેટર, બે સિલિન્ડર, પેચિયા, પાના, સળિયો વગેરે કબજે લીધા હતા..
સુરક્ષા કર્મચારી જ સુત્રધાર નિકળ્યો
મહત્વની વાત એ છે કે આ નેપાળ ગેંગના સભ્યો ચોરી કરવા પ્લેનમાં આવતા હતા અને આ ચોરી ને અંજામ આપવા ખુદ જવેલર્સમાં કામ કરતો મૂળ નેપાળનો ગોપાળ ચોરીનો મુખ્ય પ્લાનર નીકળ્યો છે. ગોપાલે જ ચોર ગેંગને ટિપ આપવા સાથે ચોરી કરવાના સાધનો પૂરા પાડ્યા હતા. ગોપાલ તથા અન્ય ચાર આરોપી ૫.૮૦ લાખના ગોલ્ડ સાથે ભાગી છૂટવામાં સફળ થયા છે. ગોપાલ જયપુર તરફ ભાગ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.જો કે સિક્યોરિટી સિસ્ટમની સતર્કતાથી મોટી ચોરી થતા અટકી હતી..
સીસી ટીવીમાં ચોર દેખાયા
પોલીસે ચોરી કરવાની ઓપરેન્ડી વિશે માહિતી આપતા કહ્યું હતું કે તસ્કરો જેવો દરવાજો તોડી ઓફિસમાં ઘૂસ્યા એટલે તુરંત દિવ્યેશ માવાણીના મોબાઇલમાં કારખાનાની સિક્યોરિટી સિસ્ટમમાંથી એલર્ટનો મેસેજ આવ્યો હતો. જેથી તેમણે તુરંત મોબાઇલ થકી કારખાનાના સીસી કેમેરા ચેક કરતા કેટલાક યુવકો કારખાનામાં ઘૂસ્યા હોવાનું દેખાયું હતું. માવાણીએ તુરંત પોલીસને જાણ કરી દેતા ૧૦ મિનિટમાં પોલીસ પહોંચી ગઇ હતી અને સ્થળ પરથી જ બે આરોપીને દબોચી લીધા હતા અને બાદમાં અન્ય બેને પણ પકડી લીધા હતા. જે સેફમાંથી ચોરી થઇ હતી, તેની આજુબાજુ બીજા પણ સેફ હતા. જે સેફમાં પણ મોટી રકમનાં ઘરેણાં-હીરા હતાં. એલર્ટ મેસેજને કારણે તસ્કરો જે હાથમાં આવ્યું તે લઇને ભાગી ગયા હતા. સમગ્ર ઘટનામાં રાજેશ શેટ્ટી સેફ ખોલવામાં માસ્ટરમાઇન્ડ ગણવામાં આવી રહ્યો છે.
ચારેય રીઢા ગુનેગાર
નેપાળી ગેંગના ચારેય આરોપી રીઢા ગુનેગાર છે. જે પૈકી રાજેશ મૃગેશ શેટ્ટી મહારાષ્ટ્ર તથા તેલંગણા ખાતે અલગ- અલગ ૧૮ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. રાજેશ શેટ્ટી કોઇપણ પ્રકારનું સેફ ખોલવામાં માહિર છે. આ સેફ ખોલવામાં પણ તેને મોટી રકમની ઓફર થઇ હોવાનું પોલીસ જણાવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement