Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : સિટી બસના ડ્રાઇવરોની રાજાશાહી! બસ ચાલુ રાખીને ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા, જુઓ Video

સુરતમાં (Surat) સિટી બસના ડ્રાઈવરોની (City Bus Drive) રાજાશાહી સામે આવી છે. સિટી બસના ડ્રાઇવર બસ ચાલુ રાખીને ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા છે. ડ્રાઇવરોના ઊંઘતા સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વીડિયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો...
surat   સિટી બસના ડ્રાઇવરોની રાજાશાહી  બસ ચાલુ રાખીને ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા  જુઓ video

સુરતમાં (Surat) સિટી બસના ડ્રાઈવરોની (City Bus Drive) રાજાશાહી સામે આવી છે. સિટી બસના ડ્રાઇવર બસ ચાલુ રાખીને ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા છે. ડ્રાઇવરોના ઊંઘતા સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વીડિયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શું બસ ચાલુ રાખી ઇંઘણનો વ્યય કરવા અંગે મનપા તપાસ કરશે? કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?

Advertisement

સુરતમાં સિટી બસના ડ્રાઇવરોનો (City Bus Drive) એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ડ્રાઇવર સિટી બસને ચાલુ રાખીને ઘસઘસાટ ઊંધતા નજરે પડી રહ્યા છે. બપોરના સમયે બસ ચાલુ રાખીને ડ્રાઇવર આરામ ફરમાવતા નજરે પડે છે. આ વીડિયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, બસ ચાલુ રાખી ઇંઘણનો વ્યય કરવા અંગે મનપા (SMC) કરશે ? જો કોઈ અસામાજિક તત્વો બસને ગિયરમાં નાખી દે તો અકસ્માત સર્જાય, તેની જવાબદારી કોણ લેશે ?

Advertisement

બે કલાક સુધી ડ્રાઇવરો આરામ ફરમાવે છે.

એવી માહિતી મળી છે કે, સુરતમાં (Surat) સિટી બસના કેટલાક ડ્રાઇવર બપોરના સમયે બસ ચાલુ રાખીને તેમાં ઘસઘસાટ ઊંઘતા હોય છે અને આરામ કરતા હોય છે. બસ ઊભી રાખીને ડ્રાઇવરો બે કલાક સુધી આરામ ફરમાવે છે. બે કલાક થતાં ઇઘણનો વ્યય અંગે શું મનપા વિજિલન્સ તપાસ કરશે ? આવા ડ્રાઇવરો સામે કોઈ કડક પગલાં લેવામાં આવશે ? જો કે, હાલ આ વીડિયો સામે આવતા મનપા શું કાર્યવાહી કરે તેની રાહ જોવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Education Minister : પ્રફુલ પાંસેરિયાની સ્કૂલ સંચાલકોને અપીલ, કહ્યું – તમને કોઈ વ્યક્તિ બ્લેકમેઇલ કરે તો..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.