Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat cp નવનિયુક્ત પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી એક જ દિવસમાં 17 ગુનેગારોને પાસા

સુરત: શહેરમાં સામી ચૂંટણીને ધ્યાને લઇ નવનિયુક્ત પોલીસ કમિશનર (Surat cp) અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે અને એક મહિલા સહિત 17 જેટલા ગુનેગારોને એક જ દિવસમાં પાસા હેઠળ જેલમાં ધકેલી 25 જેટલા આરોપીને તડીપાર કરવામાં આવ્યા છે. Surat...
surat cp નવનિયુક્ત પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી એક જ દિવસમાં 17 ગુનેગારોને પાસા

સુરત: શહેરમાં સામી ચૂંટણીને ધ્યાને લઇ નવનિયુક્ત પોલીસ કમિશનર (Surat cp) અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે અને એક મહિલા સહિત 17 જેટલા ગુનેગારોને એક જ દિવસમાં પાસા હેઠળ જેલમાં ધકેલી 25 જેટલા આરોપીને તડીપાર કરવામાં આવ્યા છે. Surat cp

Advertisement

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે દિશામાં કાર્યવાહી

સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ બાદ અઢી મહિના જેટલા સમય સુધી વિવિધ આરોપી ગુનેગારોને લગતી કાર્યવાહી સ્થગિત હતી. જો કે હાલમાં જ અનુપનમસિંહ ગેહલોત દ્વારા સુરત પોલીસ કમિશનર તરીકે ચાર્જ સાંભળવામાં આવ્યો છે. હવે તેમણે ચુંટણી આચાર સહિતાની વચ્ચે ચાર્જ સાંભળી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો તડીપાર

શહેરમાં મોટા ગુના જેવા કે જાતીય સતામણી, મિલકત સંબંધી અને પ્રોહિબિશનમાં વારંવાર સંડોવણી ધરાવતા ગુનેગારોને પકડવા પાસાનો વિકલ્પ અપનાવ્યો છે. વ્યાજખોર, વાહનચોર, ઘરફોડ ચોર, બળાત્કારી તેમજ બૂટલેગરો સામે પાસાની કાર્યવાહી કરી એકજ દિવસમાં 17 જેટલા આરોપીને ઝડપી પાડયા હતા. સાથે જ 25 જેટલા અન્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોને તડીપાર કર્યા હતા.

આ પણ વાંચો: Surat CP અચાનક બુટ ઉતારી સુરત પોલીસ કમિશનર મંદિર તરફ ચાલવા લાગ્યા

Advertisement

આ પણ વાંચો: Surat news લોહીવાળા કપડા-મોટર સાયકલ ધોઈ નિરાંતે સુઈ ગયો હત્યારો નાનો ભાઈ

આ પણ વાંચો: C R PATIL: માતાના ચરણ સ્પર્શ કરી સી આર પાટીલ ઉમેદવારી નોંધાવા નવસારી રવાના

Tags :
Advertisement

.