Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sports Meet 2024 : અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન, ખેલાડીઓને કહી આ વાત

અમદાવાદમાં શહેર પોલીસ માટે (Ahmedabad City Police) 'સ્પોર્ટ્સ મીટ-2024'નું (Sports Meet 2024) આયોજન કરવામાં આવ્યું છે. આજે શાહીબાગમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) વરદ હસ્તે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 નો (Ahmedabad...
sports meet 2024   અમદાવાદમાં cm ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન  ખેલાડીઓને કહી આ વાત

અમદાવાદમાં શહેર પોલીસ માટે (Ahmedabad City Police) 'સ્પોર્ટ્સ મીટ-2024'નું (Sports Meet 2024) આયોજન કરવામાં આવ્યું છે. આજે શાહીબાગમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) વરદ હસ્તે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 નો (Ahmedabad City Police Sports Meet 2024) પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટ્સ મીટમાં શહેરના 1500 અધિકારી અને પોલીસકર્મીઓ ભાગ લેવાના છે.

Advertisement

Advertisement

આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024 નો (Ahmedabad City Police Sports Meet 2024) પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghvi) સહિત અન્ય નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન રમત-ગમતની વિવિધ શ્રેણીમાં ભાગ લેવા 11 ટીમ બનાવાઈ છે, જેમાં શહેરના 1500 અધિકારી અને પોલીસકર્મીઓએ ભાગ લીધો છે. માહિતી મુજબ, સ્પોર્ટ્સ મીટમાં (Sports Meet 2024) 13 રમત રમાડવામાં આવશે, જેમાં વોલીબોલ, હોકી, ફૂટબોલ, ટેનિસ સહિતની રમતો રમાડાશે.

Advertisement

મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ કહી આ વાત

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ખેલાડીઓને કહ્યું હતું કે, આજથી સ્પોર્ટ્સ મીટની શરૂઆત થઈ છે, જેને જે રમતમાં આગળ વધવું હોય તેમાં મહેનત સાથે આગળ વધજો. તમને ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવશે. સીએમએ કહ્યું કે, 2036 માટે પોલીસ જવાનો ગોલ્ડ મેડલ લાવે તેવી શુભેચ્છા. સીએમએ કહ્યું કે, હાર જીતની ચિંતા કર્યા વગર રમવું જરૂરી છે. આ સાથે સીએમએ પોલીસ જવાનોને રમત ન છોડવા પણ અપીલ કરી હતી. બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (HM Harsh Sanghvi) ખેલાડીઓને કહ્યું હતું કે, કોઈ હરીને જીતશે તો કોઈ જીતીને જીતશે. પરંતુ, જીતશે આખા અમદાવાદ શહેરની પોલીસની આખી ટીમ. જીતશે આખું અમદાવાદ શહેર. ગૃહરાજ્યમંત્રીએ આગળ કહ્યું કે, 2036 ઓલિમ્પિકમાં ગુજરાત પોલીસની ટીમ પ્રતિનિધિત્વ કરે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. 2024 ના બજેટમાં પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પોલીસ જવાનો માટે ખાસ ચિંતા કરાઈ અને ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Tarabh Valinath Dham : મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત

Tags :
Advertisement

.