Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar : શિવરાત્રીએ 200 વર્ષ જૂના મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના-ચાંદીના દાગીનાનો શણગાર

સામાન્ય રીતે શિવજીને ભસ્મ અને પુષ્પોનો શણગાર કરવામાં આવતો હોય છે. પરંતુ, પોરબંદરમાં (Porbandar) 200 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવને (Bhojeshwar Mahadev) શિવરાત્રીના દિવસે સોનાનાં ઘરેણાંનો શણગાર કરવામાં આવે છે. આજે શિવરાત્રીના દિવસે ભોજેશ્વર મહાદેવને સોનાનાં આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો...
03:50 PM Mar 08, 2024 IST | Vipul Sen

સામાન્ય રીતે શિવજીને ભસ્મ અને પુષ્પોનો શણગાર કરવામાં આવતો હોય છે. પરંતુ, પોરબંદરમાં (Porbandar) 200 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવને (Bhojeshwar Mahadev) શિવરાત્રીના દિવસે સોનાનાં ઘરેણાંનો શણગાર કરવામાં આવે છે. આજે શિવરાત્રીના દિવસે ભોજેશ્વર મહાદેવને સોનાનાં આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

ભોજેશ્વર મહાદેવ અને માતા પાર્વતીને સોનાના આભૂષણથી શણગાર

પોરબંદરમાં (Porbandar) રાજાશાહી વખતમાં નિમાર્ણાધીન ભોજેશ્વર મહાદેવનાં મંદિરને 200 વર્ષ પૂર્ણ થયા છે. ભોજેશ્વર પ્લોટમાં આવેલા ભોજેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સામાન છે. મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે, પોરબંદર સ્ટેટનાં મહારાજા વિક્રમાતસિંહજી (ભોજરાજસિંહજી) એ (Maharaja Vikramatsinhji) શિવાલયમાં ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સવા કિલો વજનનાં સોનાનાં દાગીના બનાવડાવ્યાં હતા અને તેઓના હસ્તે શિવરાત્રી (Mahashivratri 2024) તથા શ્રાવણ માસમાં દાગીના ભગવાન શંકરજીને ચડાવવામાં આવતા હતા. ત્યારથી આ પરંપરા હજુ પણ શિવરાત્રીના દિવસે યથાવત રહી છે. આજે મહાશિવરાત્રિના દિવસે મહાદેવને સોનાના દાગીનાથી (gold ornaments) વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોનાનાં દાગીનાનાં શણગારનાં દર્શન યોજાયા હતા. ગુજરાતમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા (Dwarka) બાદ પોરબંદરના ભોજેશ્વર મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના ચાંદીનો શણગાર ચઢાવવામાં આવે છે.

ભોજેશ્વર મહાદેવ મંદિરને 200 વર્ષ પૂર્ણ થયા

આ આભૂષણોનો કરાયો શણગાર

આજે મહાશિવરાત્રીના પાવન દિવસે ભોજેશ્વર મહાદેવને (Bhojeshwar Mahadev) સોનાનો કંદોરો, જેમાં સોનાની 59 ઘુધરી, સોનાનો કળશ, સોનાનો ટોપ અને સોનાના બિલીપત્રનો શણગાર તેમ જ માતા પર્વતીજીને સોનાના ઝાંઝર, બે સોનાની ઘુઘરી, સોનાનો મુગટ, જયપુરી જળતર અને સોનાના ચાંદલોના શણગાર કરવામાં આવ્યો છે. તેમ જ એક કિલોના ચાંદીનું છત્ર ચડવામાં આવ્યું હતું. પોરબંદરમાં મહાશિવારાત્રીના દિવસે ભોજશ્વર મહાદેવને સોનાના આભૂષણનો શણગાર કરવામા આવે છે. તેમના દર્શન કરવા આજે મોટી સંખ્યમા શ્રદ્ધાળઓ ઉમટી પડયા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી.

 

આ પણ વાંચો - Mahashivratri 2024 : શોભાયાત્રા, ભસ્મ આરતી તો ક્યાંક ભાંગનો મહાપ્રસાદ, ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો

આ પણ વાંચો - Bhavnath Mela : ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર

આ પણ વાંચો - Mahashivratri : વહેલી સવારથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઊમટ્યા, 42 કલાક ખુલ્લું રહેશે મંદિર

Tags :
Bhojeshwar MahadevBholenathDwarkagold ornaments.Gujarat FirstGujarati NewsMahadevMaharaja VikramatsinhjiMahashivratri-2024PorbandarShivajiॐनमःशिवायभगवान शिवमहाशिवरात्रिशिव बारात
Next Article