Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rupala controversy : રૂપાલા વિવાદ મામલે વિભીષણવાળી! ઘરના જ ભેદી હોવાનો રિપોર્ટ હાઈકમાન્ડ સુધી મોકલાયો!

Rupala controversy : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં (Rajkot) પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે વિભીષણવાળી થઈ હોવાનું ચિત્ર સર્જાઇ રહ્યું છે. જો કે, ભાજપમાં (BJP) વિભીષણની ભૂમિકા ભજવનાર નેતા કોણ છે ? તે અંગે અનેક વ્યક્તિઓના નામ...
rupala controversy   રૂપાલા વિવાદ મામલે વિભીષણવાળી  ઘરના જ ભેદી હોવાનો રિપોર્ટ હાઈકમાન્ડ સુધી મોકલાયો

Rupala controversy : ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં (Rajkot) પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે વિભીષણવાળી થઈ હોવાનું ચિત્ર સર્જાઇ રહ્યું છે. જો કે, ભાજપમાં (BJP) વિભીષણની ભૂમિકા ભજવનાર નેતા કોણ છે ? તે અંગે અનેક વ્યક્તિઓના નામ ચર્ચામાં હતા. ત્યારે હવે ઘરના જ ભેદી હોવાનું હાઈકમાન્ડ સુધી રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. એવી માહિતી છે કે, રાજકોટ ભાજપના (Rajkot BJP) કેટલાક અસંતુષ્ટ નેતાઓનું લિસ્ટ તૈયાર કરી હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવ્યું છે.

Advertisement

અસંતુષ્ટ નેતાઓનું લિસ્ટ હાઈકમાન્ડ સુધી મોકલાયું

પરશોત્તમ રૂપાલા વિવાદને (Rupala controversy) લઈ છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા પણ પશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે, આ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી મામલે વિભિષણની (Vibhishan) ભૂમિકા ભજવનાર નેતા કોણ છે ? તે અંગે અનેક વ્યક્તિના નામની ચર્ચા વચ્ચે રાજકોટ ભાજપના (Rajkot BJP) કેટલાક અસંતુષ્ટ નેતાઓનું લિસ્ટ તૈયાર કરીને હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ભાજપમાં (BJP) હવે ઘરના જ ભેદી હોવાનો હાઈકમાન્ડ સુધી રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હોવાની માહિતી છે.

Advertisement

બે પૂર્વ ધારાસભ્ય સહિત નેતાઓના નામની ચર્ચા

અહેવાલ અનુસાર, ભાજપના જ કેટલાક અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આગમાં ઘી હોમવાનું કામ કરાતા તેમના નામ હાઇકમાન્ડ (BJP High Command) સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ મામલે બે પૂર્વ ધારાસભ્ય સહિત નેતાઓના નામની ચર્ચા છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર (Saurashtra) રાજકોટમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે. એવી પણ માહિતી છે કે, કેટલાક નેતાઓને પ્રચારથી અંતર રાખવાનું કહેવાયું છે. જો કે, આ પરિસ્થિતિઓ વચ્ચે એવું લાગી રહ્યું છે કે રાજકોટ ભાજપના ઘરમાં જ વિભિષણવાળી થઈ હોય. હવે આ મામલે ભાજપ હાઈકમાન્ડ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે.

Advertisement

આ પણ વાંચો - Parshottam Rupala At Rajkot: કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કાર્યકારો સાથે કરી ચાય પે ચર્ચા

આ પણ વાંચો - Jam Saheb : જામનગરના જામ સાહેબનું અગત્યનું નિવેદન, વાંચો શું કહ્યું

આ પણ વાંચો - Paresh Dhanani : ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર! પરેશ ધાનાણીએ આપ્યો આ સૂચક સંકેત!

Tags :
Advertisement

.