Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : વિંછીયા તાલુકા પંચાયત પર ફરી ભાજપનો ભગવો લહેરાયો, Congress સાથે થઈ ગયો ખેલ ?

વિંછીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો કબજો પ્રમુખ અને ઉપ્રમુખ બેઠક પર ભાજપના સભ્યો બિનહરિફ કોંગ્રેસે સત્તા જાળવવામાં નિષ્ફળ રહી રાજકોટનાં (Rajkot) વિંછીયામાં રાજકારણ ગરમાયું છે. વિંછીયા તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે અમરાપુર તાલુકા પંચાયત બેઠકનાં ભાજપ સભ્ય બિનહરીફ રહ્યા...
rajkot   વિંછીયા તાલુકા પંચાયત પર ફરી ભાજપનો ભગવો લહેરાયો  congress સાથે થઈ ગયો ખેલ
  1. વિંછીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો કબજો
  2. પ્રમુખ અને ઉપ્રમુખ બેઠક પર ભાજપના સભ્યો બિનહરિફ
  3. કોંગ્રેસે સત્તા જાળવવામાં નિષ્ફળ રહી

રાજકોટનાં (Rajkot) વિંછીયામાં રાજકારણ ગરમાયું છે. વિંછીયા તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે અમરાપુર તાલુકા પંચાયત બેઠકનાં ભાજપ સભ્ય બિનહરીફ રહ્યા છે. જ્યારે, ઉપપ્રમુખ તરીકે વિંછીયા તાલુકા પંચાયત બેઠકનાં ભાજપ (BJP) સભ્ય નિમિયા છે. માહિતી મુજબ, કોંગ્રેસ તરફથી ગીતાબેન ઘનશ્યામભાઈ ડેલીવાળ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું જેઓ ખુદ ગેરહાજર રહ્યા હતા.

Advertisement

વિંછીયા તાલુકા પંચાયત પર હવે BJP નો કબજો

રાજકોટનાં (Rajkot) વિંછીયામાં રાજકારણમાં ભારે હિલચાલ જોવા મળી છે. વિંછીયા તાલુકા પંચાયતનાં (Vinchiya Taluka Panchayat Election) કોંગ્રેસનાં પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસથી દરખાસ્ત 1 ઓગસ્ટના રોજ મંજૂર થઇ હતી. આથી, ચૂંટણી પંચ (Election Commission) દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 ઓગસ્ટનાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું. ત્યારે આજે વિંછીયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસમાંથી (Congress) બળવો કરી 8 સભ્યોએ ભાજપને ટેકો આપતા BJP એ વિંછીયા તાલુકા પંચાયત પર કબ્જો કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - અહો આશ્ચર્યમ્... 20 મહિના ઘરે બેસીને 15 લાખનો પગાર આરોગી ગઈ અધિકારી! પૂર્વ RTO અધિકારીનો આક્ષેપ

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની મોટી ભૂમિકા ?

વિંછીયા (Vinchiya) તાલુકા પંચાયતની બેઠક પર પ્રમુખ તરીકે અમરાપુર તાલુકા પંચાયત બેઠકનાં ભાજપ સભ્ય નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા બિનહરિફ ચૂંટાયા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે વિંછીયા તાલુકા પંચાયત બેઠકનાં ભાજપ સભ્ય ભુપતભાઈ લખમણભાઇ રોજાસરા બિનહરિફ ચૂંટાયા છે. કોંગ્રેસ તરફથી ગીતાબેન ઘનશ્યામભાઈ ડેલીવાળ એ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું. જો કે, તેઓ ખુદ ગેરહાજર રહ્યા હતા. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે જસદણ વિંછીયાનાં ધારાસભ્ય અને રાજ્યનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ (Kunvarji Bavaliya) રાજકીય સોગઠા ગોઠવી વિંછીયા તાલુકા પંચાયત કોંગ્રેસનાં હાથમાંથી ઝૂટવી લીધી છે અને વિંછીયા તાલુક પંચાયતમાં ભાજપનો (BJP) ભગવો લહેરાવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - BHARUCH : ઉદ્યોગોના પાપે તળાવમાં કેમિકલ યુક્ત પાણીથી સંખ્યાબંધ માછલાઓના મોત

ગત સામાન્ય ચૂંટણીમાં 18 બેઠક પર ક્રોંગ્રેસનો વિજય થયો હતો

જણાવી દઈએ કે, વિંછીયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચૂંટણીમાં 18 બેઠકમાંથી ક્રોંગ્રેસને (Congress) 14 બેઠક પર જીત થઈ હતી. જ્યારે ભાજપનાં ખાતામાં માત્ર 4 બેઠક આવી હતી. આમ, વિંછીયા તાલુક પંચાયત ક્રોંગ્રેસે કબ્જે કરી હતી. પરંતુ, કોંગ્રેસ સત્તા જાળવી ના શકી અને BJP એ આજે વિંછીયા તાલુકા પંચાયત પર કબ્જો કરી સત્તાનો સ્વાદ ચાખ્યો છે.

આ પણ વાંચો - GUJARAT FIRST ના અહેવાલ બાદ વડોદરામાં મનરેગા કૌભાંડના તપાસમાં તેજી, તમામ શ્રમિકોના જોબકાર્ડની કરાશે તપાસ 

Tags :
Advertisement

.