RepublicDay2024 : કચ્છમાં જવાનોનું સ્વચ્છ અભિયાન, મોરબી-દ્વારકામાં ધ્વજવંદન-સાંસ્કૃતિક કાર્યક્રમ થયા, જુઓ તસવીરો
આજે સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક દિવસની (RepublicDay2024) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઠેર ઠેર ધ્વજવંદન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કચ્છ, મોરબી અને દ્વારકામાં લોકોએ ઉત્સાહભેર 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.
કચ્છમાં ઉત્સાહભેર ઉજવણી
કચ્છની (Kutch) વાત કરીએ તો 75મા પ્રજાસત્તાક દિવસની (RepublicDay2024) ઉજવણીના ભાગરૂપે સફેદ રણ મધ્યે હર્ષભેર ઉજવણી કરાઇ હતી. સીમા સુરક્ષા બળ (BSF) દ્વારા ધ્વજવંદન કરાયું હતું. ટાવર પોસ્ટ ખાતે BSF અને CRPF ના પૂર્વ DG ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રવાસીઓ પણ જોડાયા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા. જ્યારે સ્થાનિકો દ્વારા પણ વિવિધ પ્રકારના શસ્ત્રોની માહિતી મેળવવામાં આવી હતી. દરમિયાન, BSF ના જવાનોએ સફેદ રણમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે.
મોરબીમાં અધિકારી, ખેલાડીઓનું સન્માન
મોરબીમાં (Morbi) પણ જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. ખાખરેચી ગામે (Khakharechi village) ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના (Prafulbhai Panseria) હસ્તે ધ્વજવંદન કરાયું હતું. દરમિયાન, પોલીસ હથિયારોનું પ્રદર્શન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ સારી કામગીરી કરનાર અધિકારીઓ, ખેલાડીઓનું સન્માન કરાયું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, નાગરિકો હાજર રહ્યા હતા.
દ્વારકાધીશ મંદિરે તિરંગો લહેરાયો
દ્વારકાની (Dwarka) વાત કરીએ તો દ્વારકાધીશ મંદિરે તિરંગો લહેરાવીને પ્રજાસત્તાક દિવસની ( RepublicDay2024) ઉજવણી કરવામાં આવી હતી. માહિતી મુજબ, દ્વારકાના વકીલ મંડળ દ્વારા દ્વારકાધીશ મંદિરે ( Dwarkadhish Temple) ગણતંત્ર દિવસે ધ્વજારોહણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા. સાથે પ્રજાસત્તાક દિવસે દ્વારકાધીશના લોકોએ આશીર્વાદ લીધા હતી.
આ પણ વાંચો - Nadabet Border : સરહદ પર અનેક પડકારો વચ્ચે આપણું રક્ષણ કરતાં BSF જવાનો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ