રાહતની ખબર, બિપરજોય વાવાઝોડાની ચોમાસા પર નહીં થાય કોઇ અસર
હવામાન વિભાગ કહે છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે એટલે કે હવે ચોમાસા ઉપર કોઈ પ્રતિકૂળ અસર નહીં જોવા મળે અરબ સાગરમાં ધસમસી રહેલા વિક્રાળ બિપરજોય' વાવાઝોડાંન કારણે ભારતમાં ચોમાસાનું આગમન મોડું થયું છે ત્યારે...
હવામાન વિભાગ કહે છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે એટલે કે હવે ચોમાસા ઉપર કોઈ પ્રતિકૂળ અસર નહીં જોવા મળે
Advertisement
અરબ સાગરમાં ધસમસી રહેલા વિક્રાળ બિપરજોય' વાવાઝોડાંન કારણે ભારતમાં ચોમાસાનું આગમન મોડું થયું છે ત્યારે હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે એટલે કે હવે વરસાદ સર્જવા માટેની જરૂરી સિસ્ટમ્સ કે પછી તેની કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં જોવા મળે.
હવામાન વિભાગના વડા મૃત્યુંજન મહાપાત્રાએ કહ્યું હતું કે બિપરજોય વાવાઝોડાએ અરબ સાગરમાં ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી છે. હવે એવી કોઈ મોટી શક્યતા નથી કે આ સાયક્લોન ચોમાસાની ગતિ અથવા કામગીરીને મોટા પાયે અસર કરશે.
Advertisement