Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rath Yatra : રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ અને SOG નો સપાટો, વાસણા-વેજલપુર અને મિરઝાપુરમાં કરી મોટી કાર્યવાહી

ભગવાન જગન્નાથની રથયાત્રા (Rath Yatra) નીકળવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રથયાત્રામાં કોઈ અચ્છિનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ (Ahmedabad Police), ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટીમ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે...
08:17 AM Jul 02, 2024 IST | Vipul Sen

ભગવાન જગન્નાથની રથયાત્રા (Rath Yatra) નીકળવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રથયાત્રામાં કોઈ અચ્છિનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ (Ahmedabad Police), ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટીમ દ્વારા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ (Foot Patrol) કરવામાં આવ્યું હતું. દરમિયાન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને SOG એ સપાટો બોલાવ્યો છે અને એક જ દિવસમાં 3 અલગ-અલગ શખ્સોની 3 દેશી તમંચા સાથે ધરપકડ કરી છે.

એક જ દિવસમાં 3 અલગ-અલગ શખ્સોની ધરપકડ

ભગાવન જગન્નાથની રથયાત્રા (Lord Jagannath's Rath Yatra) પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને SOG એ મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ અને SOG એ એક જ દિવસમાં 3 અલગ-અલગ શખ્સોની 3 દેશી તમંચા સાથે ધરપકડ કરી છે. માહિતી મુજબ, SOG એ શહેરના વાસણા બેરેજ (Vasana) નજીકથી દેશી તમંચા સાથે આરોપી રાહુલ ઉર્ફે ડબ્બી મારવાડીની ધરપકડ કરી છે. જ્યારે, વેજલપુર (Vejalpur) નજીક ફતેહવાડી કેનાલ પાસેથી મુનાફ છીપાની દેશી તમંચા સાથે ધરપકડ કરાઈ છે.

રથયાત્રા પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

ઉપરાંત, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 જીવતા કારતૂસ અને દેશી તમંચા સાથે મિરઝાપુર (Mirzapur) ખાતેથી આરોપી મહંમદનઈમ નાગોરીની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં અમદાવાદ રથયાત્રા (Rath Yatra) પહેલા પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. રથયાત્રાની તૈયારીઓના ભાગરુપે પોલીસ દ્વારા આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું. ભગવાન જગન્નાથની રથયાત્રાને એક અઠવાડિયા જેટલો સમય બાકી છે. ત્યારે સુરક્ષાના ભાગરુપે પોલીસ (Ahmedabad Police) દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.

 

આ પણ વાંચો - Bharuch: પોલીસે 1000 લીટર દેશી દારૂના બમ્પરો સાથે બુટલેગરોનો દબોચ્યા, કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો - Gujarat Police : દારૂ ભરેલી ફોર્ચ્યુનરે સર્જેલા અકસ્માત માટે પોલીસ જવાબદાર?

આ પણ વાંચો - VADODARA : વેપારી પાસે રૂ. 1 કરોડની ખંડણી માંગનારને પિસ્તોલ-કારતુસ આપનાર ઝબ્બે

Tags :
147 Rath YatraAhmedabad Crime BranchAhmedabad Policefoot patrolGujarat FirstGujarati NewsLord Jagannath's Rath YatraMirzapurNagoriSOGvasanaVejalpur
Next Article