Rath Yatra : રથયાત્રા પહેલાં AMC એક્શન મોડમાં ! રૂટ પરની જર્જરિત મિલકતો સામે કરી કાર્યવાહી
અમદાવાદ (Ahmedabad) શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rath Yatra) નીકળવાની છે. તે પહેલાં અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ કોર્પોરેશને તૈયારીઓ હાથ ધરી છે. શહેરમાં પોલીસ દ્વારા રૂટ પર આવેલ તમામ જગ્યા પર CCTV કેમેરા લગાવવાની કામગીરી અને સાથે-સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કોર્પોરેશનને (amc) પણ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જર્જરિત મિલકતો સામે એએમસીની કાર્યવાહી
રૂટ પરના જર્જરિત મકાનો સામે કાર્યવાહી
અમદાવાદ કોર્પોરેશનના (amc) એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી અંતર્ગત તમામ જગ્યા પર જર્જરિત ઈમારતોને નોટિસ આપવામાં આવી રહી છે. જે જગ્યા પર કોઈ જવાબ નથી આપી રહ્યું ત્યાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જર્જરિત મિલકતો સામે એએમસીની કાર્યવાહી
ગત વર્ષે મકાનની બાલ્કની ધરાશાયી થતાં સાવચેતી
અમદાવાદ શહેરમાં રથયાત્રાના (Rath Yatra) રૂટમાં સૌથી વધુ રૂટ પોળ વિસ્તારમાંથી પસાર થાય છે, જેમાં કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur railway station) નજીક આવેલ બિનવારસી જર્જરિત ઇમારત તોડી (Demolition work) પાડવામાં આવી છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન પોળ વિસ્તારમાં એક મકાનની બાલ્કની ધરાશાયી પણ થઈ હતી. તો આ વર્ષે આવી કોઈ ઘટના ન બને તે માટે અગાઉથી કામગીરી હાથ ધરી છે.
અહેવાલ - પ્રદિપ કચિયા, અમદાવાદ
આ પણ વાંચો - SVP Hospital : હોસ્પિટલને બચાવવા AMC મેદાને! 108 અને UHC ને અપાશે આ સૂચના
આ પણ વાંચો - fake currency Case : રૂ.15.30 લાખની નકલી નોટોનાં કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયાં
આ પણ વાંચો - Ahmedabad : AMC એ બનાવેલો વાઇટ ટોપિંગ રોડ પ્રજા માટે સુખાકારી કે પછી દુઃખાકારી ?