Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : કોંગ્રેસના આ નેતાનો ચોંકાવનારો દાવો, કહ્યું- રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત..!

લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections) પહેલા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. સુરતમાં (Surat) અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થતા ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા...
rajkot   કોંગ્રેસના આ નેતાનો ચોંકાવનારો દાવો  કહ્યું  રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત

લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections) પહેલા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. સુરતમાં (Surat) અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચતા અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થતા ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ જાહેર થયા છે. ત્યારે હવે રાજકોટમાં (Rajkot) પણ સુરતવાળી થવાની હતી તેવો દાવો રાજકોટના પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ (Dr. Hemang Vasavada) કર્યો છે.

Advertisement

રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત!

રાજકોટના (Rajkot) પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. હેમાંગ વસાવડાએ (Dr. Hemang Vasavada) ટ્વિટ કરી લખ્યું કે, આજે મેં સાંભળ્યું કે વિક્રમ સોરાણી BJP માં જોડાવવાના છે. અગાઉ કોંગ્રેસના કેટલાક નેતાઓએ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પૂરજોશ પ્રયાસો કરતા હતા. પરંતુ, પરેશ ધાનાણીને (Paresh Dhanani) ટિકિટ મળવાથી આ ખેલ ભાજપ ના પાડી શક્યું. જો વિક્રમ સોરાણીને (Vikram Sorani) ટિકિટ આપવામાં આવી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત.

ડો. હેમાંગ વસાવડાએ ટ્વીટ પણ કર્યું હતું.

Advertisement

'સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે'

આ સાથે ડો. હેમાંગ વસાવડાએ માગ કરી હતી કે, સુરતમાં જે રીતે બીજેપી બિનહરીફ ચૂંટાઈ એ બનાવ બન્યા પછી કોંગ્રેસ (Congress) પક્ષ તરફથી નિલેશ કુંભાણીને 72 કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. નિલેશ કુંભાણીને ટિકિટ આપવાની ભલામણ કરનારા નેતાઓની પણ તપાસ થવી જોઈએ તેમની સામે પણ કડક પગલાં લેવા જોઈએ. કારણે કે, જે બનાવ બન્યો છે તેમાં સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે.

આ પણ વાંચો - Amreli : કોંગ્રેસના નિલેશ કુંભાણીને ટાંકી BJP નેતાનો કટાક્ષ, લખ્યું- દેશને જરૂર છે..!

Advertisement

આ પણ વાંચો - Nilesh Kumbhani વિરુદ્ધ પોલીસ ફરિયાદ! કોંગ્રેસ હાઈકમાન્ડ પણ લાલઘૂમ, પ્રતાપ દૂધાતના આકરા પ્રહાર!

આ પણ વાંચો - Surat : ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી અચાનક થયા ગુમ!

Tags :
Advertisement

.