Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: શક્તિસિંહના BJP પર ધારદાર પ્રહાર, કહ્યું- અંધભક્તો જ BJP નું...!

Rajkot: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે કોણ જીતશે કોણ હારશે તેની ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી છે. એવામાં પરિણામ પહેલાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (shaktisinh gohil)એવું નિવેદન આપ્યું કે જેણે નવી ચર્ચાઓ જગાવી છે. પરિણામ...
rajkot  શક્તિસિંહના bjp પર ધારદાર પ્રહાર  કહ્યું  અંધભક્તો જ bjp નું

Rajkot: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે કોણ જીતશે કોણ હારશે તેની ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી છે. એવામાં પરિણામ પહેલાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (shaktisinh gohil)એવું નિવેદન આપ્યું કે જેણે નવી ચર્ચાઓ જગાવી છે. પરિણામ પહેલાં જ આ વખતે ચૂંટણી દરમિયાન શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ(Congress)ની ખામી રહી ગઈ હોવાનું જાહેરમાં સ્વીકાર્યું હતું.તેમણે કહ્યું કે લોકો ગુજરાત કોંગ્રેસને મત માટે થન ગનતા હતા.પરંતુ બુથ લેવલે કોઈ કચાશ રહી ગઈ છે જે અગામી સમયમાં ન રહે તે માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો છે.

Advertisement

કોંગ્રેસના મેન્ડેટ પ્રથા મુદ્દે ભાજપ પર પ્રહાર

ત્યારે બીજી તરફ સહકારી ક્ષેત્રમાં મેન્ડેડ પ્રથાને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગોહિલે નિવેદન આપતા જણાવ્યુ કે,સહકારી ક્ષેત્રમાં ક્યારેય મેન્ડેડ પ્રથા ન હતી..ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકીય દંડો ચલાવ્યો છે. આપણી સહકારી પ્રવૃત્તિ તો વખણાતી હતી આજે કલંકિત થઈ છે. હું પણ સહકાર મંત્રી હતો આવી કોઈ પ્રથા ન હતી. લોકશાહીમાં તો જનમત જ વિજેતા નક્કી કરે છે.

Advertisement

સ્માર્ટ મીટરના નામે લૂંટ

આ સાથે શક્તિસિંહ ગોહિલે સ્માર્ટ મીટર અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરના નામે પણ જે કરે છે તે ભાજપનો જનતા પર બોજો છે. જે વસ્તુ ખરીદી જ નથી તેનો એડવાન્સમાં જીએસટી શા માટે ભરવાનો? તો સાથે જ ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવી છે. અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની અને ગ્રાહકો ને ડામ આપવાના, ગ્રાહકોને ઓપ્શન આપો.. ગ્રાહક જે ઈચ્છે તે આપવું જોઈએ સ્માર્ટ મીટરના નામે ભાજપ જે કરે છે તે ગુજરાત ઉપર અન્યાય છે.

Advertisement

ભાગલા પાડવાની રાજનીતિ ભાજપ : ગોહિલ

કૃષ્ણકુમારસિંહજીએ જ સરદાર વલ્લભભાઈ પટેલને આખું રાજ્ય આપ્યું હતું અને એક સમાજે બીજા સમાજ પર વિશ્વાસ મૂકીને કાર્ય કર્યું હતું, પરંતુ હાલમાં માત્ર ભાગલા પાડવાની રાજનીતિ ભાજપ કરી રહ્યું છે. લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળવો જોઈએ, પણ કેટલાક અંધભક્તોને કારણે ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે. કેટલાક લોકો એવું કહે છે આવા લોકોના કારણે ભાજપનો અહંકાર વધ્યો છે. જેને ગુજરાતની જનતા ઓગાળશે ભાજપને 10 વર્ષ થયા કામના બદલામાં મત નથી માંગ્યા, રાહુલ ગાંધી અને પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવી મત માંગ્યા છે. લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળવો જોઈએ.

આ  પણ  વાંચો  - VADODARA : ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમી “જીવલેણ” બની

આ  પણ  વાંચો  - GONDAL : ગોંડલ બન્યું ભક્તિમય, મોરારીબાપુની રામકથાનો આજે બીજો દિવસ

આ  પણ  વાંચો  - VADODARA : મધરાત્રે સર્જાયેલી સમસ્યાના કાયમી ઉકેલ સુધી કોર્પોરેટર સાથે રહ્યા

Tags :
Advertisement

.