Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : 65 હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગનું સર્ચ ઓપરેશન, જાણો શું છે કારણ ?

રાજકોટમાં (Rajkot) ગર્ભ પરીક્ષણની આશંકાએ શહેરની 65 જેટલી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનની (RMC) સંયુકત ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 65 હોસ્પિટલમાં 13 જેટલી ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હોસ્પિટલોમાં...
rajkot   65 હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગનું સર્ચ ઓપરેશન  જાણો શું છે કારણ

રાજકોટમાં (Rajkot) ગર્ભ પરીક્ષણની આશંકાએ શહેરની 65 જેટલી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનની (RMC) સંયુકત ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. 65 હોસ્પિટલમાં 13 જેટલી ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હોસ્પિટલોમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાની આશંકાએ સર્જરીનાં મશીનોની તપાસ પણ કરાઈ હતી.

Advertisement

સર્જરીના મશીનોની કરાઈ તપાસ

દેશભરમાં ગર્ભ પરીક્ષણ કરનાર સામે ભારતીય કાયદા અંતર્ગત સજાની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં (Rajkot) કેટલીક હોસ્પિટલોમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ (fetal testing) કરવામાં આવતું હોવાની આશંકાએ જિલ્લા આરોગ્ય વિભાગ (Health Department) અને મનપાએ હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. માહિતી મુજબ, શહેરની અંદાજે 65 જેટલી હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગ અને મનપાની કુલ 13 ટીમો દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ થતું હોવાની આશંકાએ હોસ્પિટલમાં સર્જરીનાં મશીનોની તપાસ કરાઈ હતી.

ફરજિયાતપણે બોર્ડ લગાવવા સૂચન

Advertisement

ડોક્ટર્સ અને સ્ટાફમાં દોડધામ

જો કે, અચાનક થયેલા આ સર્ચ ઓપરેશનના કારણે હોસ્પિટલોમાં ડોક્ટર્સ અને સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોગ્ય વિભાગ અને મ્યુનિ. કોર્પોરેશન (RMC) દ્વારા હોસ્પિટલોને ગર્ભ પરીક્ષણ નહીં થતું હોવાના બોર્ડ ફરજિયાતપણે લગાવવા માટે પણ સૂચના આપી હતી. સાથે કેટલાક અન્ય મહત્ત્વના સૂચનો પણ હોસ્પિટલને કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Mehsana : તૈયાર કેરીનો રસ ખાતા પહેલા ચેતજો! આ પરિવારની થઈ એવી હાલત કે જાણી ચોંકી જશો!

આ પણ વાંચો - Rajkot : ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, અખાદ્ય પદાર્થનો જથ્થો પકડાતા યુનિટ સીલ કરાયું

આ પણ વાંચો - Academic Work : ભયંકર ગરમીના પગલે લેવાયો મોટો નિર્ણય…

Tags :
Advertisement

.