Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot Gamzone Tragedy : અધિકારી પાસે અનેક લોકર! પેટ્રોલ-ડીઝલનાં જથ્થાને બદલે ગેમઝોનમાં હતો આ પદાર્થ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamzone Tragedy) જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. માહિતી મુજબ, પૂછપરછમાં સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાના (B.J. Theba) અનેક રાઝ ખુલ્યા છે. તપાસમાં બી.જે. ઠેબાએ અનેક...
rajkot gamzone tragedy   અધિકારી પાસે અનેક લોકર  પેટ્રોલ ડીઝલનાં જથ્થાને બદલે ગેમઝોનમાં હતો આ પદાર્થ
Advertisement

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamzone Tragedy) જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. માહિતી મુજબ, પૂછપરછમાં સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાના (B.J. Theba) અનેક રાઝ ખુલ્યા છે. તપાસમાં બી.જે. ઠેબાએ અનેક લોકર રાખ્યા હોવાનું સામે આવતા ACB ની તપાસમાં મળેલા 17 જેટલા બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે એવી માહિતી છે. ઉપરાંત, ગેમઝોનમાં ભીષણ આગ વખતે પેટ્રોલ-ડીઝલને બદલે રેઝીન પદાર્થ હોવાનું સામે આવ્યું છે.

બી.જે. ઠેબાની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યાં

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamzone Tragedy) રાજકોટ પોલીસ, SIT, ACB સહિતની વિવિધ ટીમ તપાસ કરી રહી છે, જેમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ACB ની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. માહિતી મુજબ, સસ્પેન્ડેડ ડે. ફાયર ઓફિસર બી.જે. ઠેબાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, બી.જે. ઠેબાએ સગા-સબંધીઓના નામે 10 થી વધુ પ્લોટની ખરીદી કરી હતી. બી.જે. ઠેબાએ (B.J. Theba) અનેક બેંક લોકર પણ રાખ્યા હોવાનું સામે આવતા ACB ની તપાસમાં મળી આવેલા 17 બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે, બી.જે. ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યા પછી તપાસમાં અનેક રહસ્યો બહાર આવી રહ્યા છે.

Advertisement

ઘટના સામે ગેમઝોનમાં પેટ્રોલને બદલે રેઝીન પદાર્થ હોવાનો ખુલાસો

બીજી તરફ SIT ની તપાસમાં પણ અનેક વિગતો સામે આવી છે. તપાસ પ્રમાણે, ગેમઝોનમાં ભીષણ આગ વખતે પેટ્રોલ ડીઝલનો (Petrol Diesel,) જથ્થો ન હતો. પુરવઠા તંત્રની તપાસમાં પેટ્રોલને બદલે રેઝીન પદાર્થ હોવાનું ખૂલ્યું છે. 1500 લીટર રેઝીન હોવાનું SIT ની તપાસમાં તંત્રે જણાવ્યું છે. રેઝીન એટલે એક પ્રકારનો ચીકણો પદાર્થ જે ચિપકાવવા માટે વપરાય છે. જો કે હવે પેટ્રોલ-ડીઝલના જથ્થો હોવાની વાતનો છેદ ઊડી ગયો હોય તેવું બન્યું છે. આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot: અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ, મનસુખ સાગઠીયાના પાપ અંગે જાણભેદુની જૂબાની

આ પણ વાંચો - Rajkot TRP GameZone : ફાયર ઓફિસર બી.જે. ઠેબાની વધશે મુશ્કેલીઓ! ક્રાઈમ બ્રાંચની તપાસ શરૂ

આ પણ વાંચો - Rajkot GameZone : TPO સાગઠિયાની પૂછપરછમાં ભાજપના નેતાનું નામ ખુલ્યું! ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ તેજ કરી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

VADODARA : SOG એ પકડેલા નશાકારક મુદ્દામાલનો નાશ, ધૂમાડો બહાર ના જાય તેનું પણ ધ્યાન રખાયું

featured-img
ગુજરાત

Visavadar Bypoll Election : માલીડા અને નવા વાઘણીયમાં આજે ફેર મતદાન યોજાયું, મતદારો વહેલી સવારથી ઉમટ્યાં

featured-img
Top News

OPERATION SINDHU : ઇરાને ખાસ ભારત માટે એરસ્પેસ ખોલ્યું, કૂટનીતિક મોરચે જલવો બરકરાર

featured-img
ગુજરાત

Rain in Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, જાંબુઘોડામાં બારે મેઘ ખાંગા

featured-img
Top News

INTERNATIONAL YOGA DAY : વડોદરામાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે યોગાભ્યાસ કર્યો

featured-img
અમદાવાદ

International Yoga Day 2025 : અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી, વૃક્ષારોપણના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

×

Live Tv

Trending News

.

×