Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Gamzone : રૂ.70-75 હજાર પગારદાર TPO સાગઠિયા પાસે આવક કરતા 410% વધુ મિલકત!

રાજકોટ TRP ગેમઝોન (Rajkot Gamzone) અગ્નિકાંડમાં આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક મોટો ખુલાસો થયો છે. આરોપી TPO અધિકારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ ACB એ અપ્રમાણ સર મિલકતનો ગુનો...
08:07 PM Jun 19, 2024 IST | Vipul Sen

રાજકોટ TRP ગેમઝોન (Rajkot Gamzone) અગ્નિકાંડમાં આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક મોટો ખુલાસો થયો છે. આરોપી TPO અધિકારી મનસુખ સાગઠિયા વિરુદ્ધ ACB એ અપ્રમાણ સર મિલકતનો ગુનો નોંધ્યો છે, જેની તપાસમાં આરોપી સાગઠિયા (TPO Mansukh Sagathia) સાથે સંકળાયેલ 3 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા પાસેથી રૂ. 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. તપાસમાં સાગઠિયાની આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

સાગઠિયા પાસે આવક કરતાં 410% વધુ મિલકત!

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં મુખ્ય આરોપી પૈકી એક પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા (TPO Mansukh Sagathia) સામે એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી 3 અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન રૂ. 70-75 હજાર પગારદાર ટીપીઓ સાગઠિયા પાસેથી રૂ. 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. આ સાથે ટીપીઓ મનસુખ સાગઠિયા પાસે આવક કરતાં 410% વધુ મિલકત હોવાનું ખુલ્યું છે. સાથે જ રાજકોટમાં (Rajkot) સાગઠિયાની ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં (Ahmedabad) અદાણી શાંતિગ્રામમાં બંગલો હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપી સાગઠિયાનાં વતનમાં પણ ACB એ તપાસ હાથ ધરી છે.

SITના અધિકારી અને મનપા અધિકારી વચ્ચે બેઠક

આ સાથે ACB એ આરોપી પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા, જેમાં પણ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે. ACB નાં ડાયરેક્ટર સમશેરસિંગનાં (ACB Director Samshersingh) માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બીપીન આહિર સહિતની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ આજે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamzone) મામલે રાજકોટ સર્કિટ હાઉસમાં હાઈ લેવલ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક રાજ્ય સરકારની SITના અધિકારી અને મનપા અધિકારી વચ્ચે યોજાઈ હતી, જેમાં કમિટીના અશ્વિની કુમાર (Ashwini Kumar), ગાંધીનગરથી ત્રણ અધિકારી રાજકુમાર બેનીવાલ, મનીષા ચંદ્રા, મનપા કમિશનર ડી.પી. દેસાઇ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા (Brajesh Kumar Jha), DCP ક્રાઈમ ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ, મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર અને FSL અને માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચો -TPO Manoj Sagathia : વૈભવી ફાર્મ હાઉસ, 3-3 પેટ્રોલ પંપ અને હવે કરોડો રૂપિયાની જમીન!

આ પણ વાંચો -Rajkot TRP Gamezone : RMC માં એક સાથે 35 કર્મચારીઓની બદલી, આરોપી TPO સાગઠિયાનાં રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો -Rajkot GameZone : TPO સાગઠિયા સાથે BJP સિવાય કોંગ્રેસ નેતાઓની પણ સંડોવણી ? ચર્ચાએ જોર પકડ્યું

Tags :
ACBACB Director SamshersinghAshwini KumarBipin AhirBrajesh Kumar JhaD.P. DesaiFSLGujarat FirstGujarati NewsRajkot Gamzone tregadyrajkot policeRajkot TRP GamzoneRajkumar BeniwalRMCSITTPO Mansukh Sagathia
Next Article