Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone tragedy : એક માસ પૂર્ણ થતાં કોંગ્રેસનું રાજકોટ બંધ, તપાસ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી

રાજકોટ TRP અગ્નિકાંડને (Rajkot GameZone tragedy) આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે રાજકોટ દુર્ઘટનાને લઇ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું હતું કે, SIT ના રિપોર્ટમાં હજુ તપાસ ચાલુ છે. 20...
rajkot gamezone tragedy   એક માસ પૂર્ણ થતાં કોંગ્રેસનું રાજકોટ બંધ  તપાસ અંગે ઋષિકેશ પટેલે આપી માહિતી

રાજકોટ TRP અગ્નિકાંડને (Rajkot GameZone tragedy) આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે રાજકોટ દુર્ઘટનાને લઇ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું હતું કે, SIT ના રિપોર્ટમાં હજુ તપાસ ચાલુ છે. 20 જૂન સુધીનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ શહેર કોંગ્રેસે (Congress) આજે બંધનું એલાન આપ્યુ હતું. દરમિયાન, પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું, જેમાં કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

Advertisement

SIT ના રિપોર્ટમાં હજુ તપાસ ચાલુ છે : ઋષિકેશ પટેલ

રાજકોટની ગોઝારી ઘટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot GameZone tragedy) બાળકો સહિત કુલ 27 લોકોના મૃત્યું થયા હતા. સમગ્ર રાજ્યને હચમચાવનારી આ ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આજે યોજાયેલ કેબિનેટની બેઠકમાં આ ઘટના અંગે ચર્ચા થઈ હતી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે, રાજકોટની દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. બેઠકમાં દિવંગત આત્મા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ મામલે તપાસ અંગે તેમણે કહ્યું કે, SIT ના રિપોર્ટમાં હજુ તપાસ ચાલુ છે. 20 જૂન સુધીનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. સંપૂર્ણ રિપોર્ટ મળ્યા બાદ હાઈકોર્ટમાં (Gujarat HighCourt) સબમિટ કરવામાં આવશે.

Advertisement

કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

રાજકોટ બંધ (Rajkot Bandh) અંગે પ્રવક્તામંત્રીએ કહ્યું કે, જ્યાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો ત્યાં પોલીસે પગલાં લીધા છે. રાજકોટ બંધ અંગે અમારો કોઈ વાંધો નથી. કાયદો વ્યવસ્થા જળવાય રહે તે પોલીસે જોયું છે. બીજી તરફ અગ્નિકાંડની ઘટનાને એક મહિનો પૂર્ણ થતાં શહેર કોંગ્રેસ (Congress) દ્વારા શહેર બંધનું એલાન કર્યું હતું. દરમિયાન, કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસે પીડિત પરિવારનાં 1 વ્યક્તિ સહિત 51 લોકોની અટકાયત કરી હતી. જો કે, અટકાયત બાદ CRPC 69 મુજબ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા. રાજકોટમાં (Rajkot) કોંગ્રેસના બંધને એલાને ભક્તિનગર સર્કલ, ઢેબર રોડ, લોધાવાડ ચોક અને ડૉ. યાજ્ઞિક રોડ પર સજ્જડ સ્વયંભુ બંધ જોવા મળ્યો હતો. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) જનતાનો આભાર માન્યો હતો.

TRP ગેમઝોન ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ

આજે ગેમઝોન અગ્નિકાંડને (Rajkot GameZone tragedy) એક મહિનો પૂર્ણ થતાં કોંગ્રેસ દ્વારા દુર્ઘટના બની હતી તે TRP ગેમઝોન ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કોંગ્રેસના તમામ 18 વોર્ડના નેતાઓ અને કાર્યકરોઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન, અગ્નિકાંડની ઘટનામાં ભોગ બનેલા પરિવારનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મૃતક આશાબેનનો પરિવાર ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. એક માસ થયો હજુ પણ આ દુઃખ દૂર થતું નથી.

Advertisement

આ પણ વાંચો - Ganesh Gondal : દલિત યુવકને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલને કોર્ટથી મોટો ઝટકો!

આ પણ વાંચો - Rajkot : પીડિતાએ વર્ણવી હચમચાવે એવી આપવીતી! સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો - Gandhinagar : ફિલ્મી ઢબે ખાનગી કારમાં સરકારી અધિકારીનું અપહરણ, પોલીસે પાર પાડ્યું દિલધડક ઓપરેશન!

Tags :
Advertisement

.