Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Gamezone fire : ઓરિજનલ નાશ કરી ખોટું રજિસ્ટર ઊભું કરવાનો આરોપ, ગેમઝોનના મેનેજર સામે પણ ગંભીર આક્ષેપ

Rajkot Gamezone fire : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં ઝડપાયેલ બે અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાશે. ક્રાઈમ બ્રાન્ચ (crime branch) બંને આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડની માગ કરી શકે છે. ઓરિજનલ રજિસ્ટર નાશ કરવામાં અને ખોટું રજિસ્ટર...
01:13 PM Jun 16, 2024 IST | Vipul Sen

Rajkot Gamezone fire : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં ઝડપાયેલ બે અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાશે. ક્રાઈમ બ્રાન્ચ (crime branch) બંને આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડની માગ કરી શકે છે. ઓરિજનલ રજિસ્ટર નાશ કરવામાં અને ખોટું રજિસ્ટર ઊભું કરવામાં બંને અધિકારીઓની મહત્ત્વની ભૂમિકા સામે આવતા ધરપકડ કરાઈ હતી. બીજી તરફ રાજકોટ TRP ગેમઝોનના મેનેજર વિરુદ્ધ પણ અરજી દાખલ કરવામાં આવી છે.

કોર્ટમાં રજૂ કરી 7 દિવસનાં રિમાન્ડની માગ કરાશે

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની (Rajkot Gamezone fire) તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે (crime branch) RMC ના બે અધિકારી ATPO રાજેશ મકવાણા, જયદીશ ચૌધરીની ધરપકડ કરી હતી. આ બંને આરોપી અધિકારીઓને કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ 7 દિવસના રિમાન્ડની માગ કરી શકે છે. માહિતી મુજબ, બંને અધિકારીઓની ઓરિજનલ રજિસ્ટર નાશ કરવામાં અને ખોટું રજિસ્ટર ઊભું કરવામાં મહત્ત્વની ભૂમિકા હોય તેવું તપાસમાં ખુલ્યું હતું.

ગેમઝોનના મેનેજર સામે પોલીસ સ્ટેશનમાં અરજી

બીજી તરફ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ગેમઝોનનાં મેનેજર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. અગ્નિકાંડને લઈ મેનેજર નીતિન જૈન (manager Nitin Jain) વિરુદ્ધ શાપર પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવામાં આવી છે. આરોપ મુજબ, વર્ષ 2019 માં સતીશ વાસજાળિયા (Satish Vasjalia) નામના યુવક પાસેથી મેનેજર નીતિને જૈને રૂ.16 લાખ લીધા હતા. જો કે, આ રૂપિયા પરત ન કરતા સતીશે આપઘાત કર્યો હતો અને એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં નીતિન જૈનનું નામ લખ્યું હતું અને ઉછીના આપેલા રૂપિયાનો ઉલ્લેખ કર્યો હતો. મેનેજર નીતિન દ્વારા રૂપિયા પરત ન આપતા આખરે સતીશ વાસજાળીયાએ આપઘાત કર્યો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. આ મામલે પરિજનો દ્વારા અરજી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો - Gadhada : સંપ્રદાય પર લાંછન લગાવતા સ્વામીઓ સામે હરિભક્તોમાં આક્રોશ, ટ્રસ્ટીઓને દૂર કરવાની પણ માગ!

આ પણ વાંચો - Surat : જહાંગીરપુરામાં ગીઝર ગેસ લીકેજ થતાં 4 લોકોનાં મોત થયાં હોવાનો અનુમાન, PM રિપોર્ટની રાહ

આ પણ વાંચો - VADODARA : સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ

Tags :
ATPO Rajesh MakwanaCrime BranchGujarat FirstGujarati NewsJaydish Chaudharymanager Nitin JainRajkot Gamezone fire incidentRajkot GameZone TragedyRajkot TRP GameZoneRajkot TRP Gamezone fireShapar police station
Next Article