ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રાજકોટ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ અર્થે શ્રવણની "પુણ્યાંજલી"

VADODARA : તાજેતરમાં રાજકોટના ગેમઝોન (RAJKOT FIRE TRAGEDY) માં અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં ૨૮ જેટલા લોકો આગમાં બળીને મૃત્યુ પામ્યા હોવાની ઘટનાને લઈ દેશભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ત્યારે આ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ મળે તે માટે શ્રવણ સેવા...
10:21 PM Jun 03, 2024 IST | PARTH PANDYA

VADODARA : તાજેતરમાં રાજકોટના ગેમઝોન (RAJKOT FIRE TRAGEDY) માં અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં ૨૮ જેટલા લોકો આગમાં બળીને મૃત્યુ પામ્યા હોવાની ઘટનાને લઈ દેશભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ત્યારે આ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ મળે તે માટે શ્રવણ સેવા (SHRAVAN SEVA) ફાઉન્ડેશન દ્વારા ૨૧૦૦ કિલો ફળો-અનાજનું પુણ્યદાન કરવામાં આવ્યું છે. અને ગૌ માતા, મૂંગા પક્ષીઓ તથા જલારામબાપાના ચરણોમાં નતમસ્તક થઈને તે માટેની પ્રાર્થના કરવામાં આવી છે.

પોતાનું કોઈ ગુમાવ્યું હોય તેવું દુઃખ અનુભવ્યું

શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠકકર (SHRAVAN SEVA - NIRAV THAKKAR) જણાવે છે કે, રાજકોટની દુર્ઘટનાને પગલે મારા જેવા હજારો લોકોએ પોતાનું કોઈ ગુમાવ્યું હોય તેવું દુઃખ અનુભવ્યું હતું. આ ઘટનામાં પોતાનું સ્વજન ગુમાવનારના દુઃખની કલ્પના કરવી જ મુશ્કેલ છે. ત્યારે અમારા દ્વારા આ દુર્ઘટનામાં મૃતકોને સાચા અર્થમાં પુણ્યાંજલી અર્પણ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કરજણ પાંજરાપોળમાં આશરો લેતી ગૌ માતાને કેરી, કેળા, ચીકુ, તરબૂચ, સફરજન મળીને ૧૫૦૦ કિલો વિવિધ પ્રકારના ફળો અર્પણ કર્યા છે. અને રાજકોટ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે નતમસ્તક થઈ પ્રાર્થના કરવામાં આવી છે. 

મિનરલ વોટરથી કુંડી ભરી દેવામાં આવી

અમારા દ્વારા બાજરી, ચોખા, ઘઉં, જુવાર, લીલા મગ, પંચ ધાન્યો મળીને 600 કિલોથી વધુ પક્ષી ચણ અર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ તમામ જગ્યાઓ પર જરૂરી સફાઈ કરી પશુઓ માટે મિનરલ વોટરથી કુંડી ભરી દેવામાં આવી છે. પશુ ચણી રહ્યા હોય તે સમયે તેમના સમક્ષ રાજકોટ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે નતમસ્તક થઈ પ્રાર્થના કરવામાં આવી છે. આ સેવકાર્યમાં યોગદીપસિંહ જાડેજા અને ઘનશ્યામભાઈ પટેલ જોડાયા હતા. આ દુર્ઘટનામાં મૃતકોને સાચા અર્થમાં પુણ્યાંજલી અર્પણ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

સંસ્કારી નગરીમાં સેવાની સુવાસ

અમારી સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ફૂટપાથ પર રહેવા મજબુર નિઃસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડવામાં આવે છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને કાયમી આશરો મળે, દિવ્યાંગ લોકો પગભર બને, મહિલાઓ માસિક દરમિયાન સુરક્ષિત અને સ્વસ્થ રહે, અંધજનોને રાશન સહાય, જરૂરિયાતમંદ લોકોને તબીબી સહાય પહોંચાડવામાં આવે છે. સંસ્કારી નગરીમાં સેવાની સુવાસ મહેકાવવા માટે અમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ. જેમાં લોકોનો સાથ અને સહકાર મળ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : નસીબનો બળિયો ! યુવકના ગળામાં વાગેલું 14 ઇંચનું તીર કઢાયું, હાલત સ્થિર

Tags :
andBirdscowfeedfirePeopleprayerRAJKOTreliefsevasharavanspiritualTragedyVadodara
Next Article