Vishwa Umiya Dham : પાલનપુરમાં પાટીદારોનો 'આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના' અભિયાન કાર્યક્રમ, આરોગ્યમંત્રી-સંસ્થા પ્રમુખની હાજરી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (Vishwa Umia Foundation) દ્વારા બનાસકાંઠાના (Banaskantha) પાલનપુર ખાતે 'આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના' અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) સહિત અન્ય અગ્રણી નેતાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદારો (Patidar) ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા મંદિરનું (Vishwa Umiya Dham) નિર્માણ સહિત સમાજની એકતા શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ પર ભાર મૂકાયો હતો, જ્યાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના (Vishwa Umia Foundation) પ્રમુખે પણ હાજરી આપી હતી.
Palanpurમાં આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈને પાટીદારોનું સંમેલન યોજાયું | Gujarat First@irushikeshpatel @BJP4Gujarat #gujarat #palanpur #patidar #patidarsamaj #LokSabhaElections2024 #gujaratfirst pic.twitter.com/geW0p10VN7
— Gujarat First (@GujaratFirst) March 17, 2024
જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર (Jaspur), અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વની “નવમી અજાયબી" સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું (world's largest Ummiya temple) નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમ જ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ (education), રોજગાર, આરોગ્ય (health), છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આણ્યા-એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ RP પટેલની હાજરી
'આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના' અભિયાનમાં સનાતન ધર્મની (Sanatan Dharma) વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે અંતર્ગત જગતજનની મા ઉમિયાના દિવ્ય રથનું પરિભ્રમણ એપ્રિલ-મે માસમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દરેક ગામ-તાલુકા સ્તરે થવા જઈ રહ્યું. ત્યારે તેના જાગૃતિ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં VUF - બનાસકાંઠા જિલ્લા સંગઠન દ્વારા પાલનપુર (Palanpur) ખાતે ભવ્ય "મહાસંમેલન"નું આયોજન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) અને વિશ્વ ઉમિયાધામના (Vishwa Umiya Dham) પ્રમુખ આર.પી પટેલની (RP Patel) અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અને પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. પાટીદાર સમાજને તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવી સામાજિક એકતા માટે કામ કરવાની હાકલ કરાઈ હતી.
અહેવાલ : સચિન શેખલીયા-બનાસકાંઠા
અહેવાલ : સચિન શેખલીયા, બનાસકાંઠા
આ પણ વાંચો - Mahashivratri : વલસાડમાં 11 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર
આ પણ વાંચો - Vadodara : શિવજી કી સવારીમાં શિવ પરિવારના દર્શન કરવા ઉમટ્યા ભક્તો
આ પણ વાંચો - VADODARA : નગરજનોને ફોલ્ડિંગ રોડનું નજરાણું આપતું તંત્ર